|
| અમિતાભને તપાસ માટે હોસ્પીટલ ખસેડાયા |
| મુંબઈ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 16:19 IST ) | |
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની શનિવારે નાણાવટી હોસ્પીટલમાં તપાસ કરવામાં આવી હતી. જો કે બચ્ચન પરિવારનાં સભ્યોનું કહેવું છે કે તે નિયમિત તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.
નાણાવટી હોસ્પીટલનાં સુત્રોનાં જણાવ્યા મુજબ બચ્ચનનાં પેટનો એક્સ રે કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે બચ્ચનનો 66મો જન્મદિવસ પણ છે. તેથી તેમના ઘરની બહાર પ્રશંસકોની મોટી ભીડ પણ ઉમટી પડી હતી. અને, તે સમયે તેમના ઘરમાં એમ્બ્યુલન્સ જતાં પ્રશંસકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.
શહેરમાં તીન પત્તી ફિલ્મનું શુટીંગ કરી રહેલાં અમિતાભ બચ્ચને પોતાનો જન્મદિવસ પરિવાર સાથે મનાવવા માંગતો હતો. પણ પેટમાં દુખાવો શરૂ થતાં તેમને હોસ્પીટલ લઈ જવા પડ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે અમિતાભને નવેમ્બર 2005માં એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે 1982માં એક ફિલ્મનાં શુટીંગ દરમિયાન તેમને થયેલી ઈજાને કારણે તે આંતરડીઓ નબળી પાડનારી માયસ્થેનિયા ગ્રેવિસ નામની બિમારીથી પીડાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|