|
| જામનગર નજીક મિગ 29 દુર્ઘટનાગ્રસ્ત |
| જામનગર (ભાષા), 1 સપ્ટેમ્બર 2008 ( 16:05 IST ) | |
પ્રશિક્ષણ ઉડાણ પર નિકળેલું એક મિગ 29 લડાકૂ વિમાન આજે જામનગર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું પરંતુ સદનસીબે પાયલટ સુરક્ષિત નિકળવામાં સફળ રહ્યો.
ભારતીય વાયુ સેનાના પ્રવક્તા વિંગ કમાંડર મહેશ ઉપાસનીએ નવી દિલ્લીમાં જણાવ્યું કે, મિગ 29 વિમાન પ્રશિક્ષણ ઉડાણ પર હતું ત્યારે પાયલટનું નિયંત્રણ હટી ગયું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પાયલટ ફ્લાઈટ લેફ્ટિનેંટ ધીરે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. આ ભારતીય વાયુ સેનાનાવિમાનની આ વર્ષની છઠ્ઠી દુર્ઘટના છે.
ઉપાસનીએ કહ્યું જમીન પર કોઈના મરવાની સૂચના નથી જ્યારે વિમાન હવાઈ મથકથી માત્ર 50 કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું. જ્યાં સુધી હું જાણું છું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને ખાલી જમીન પર પડ્યું.
મિગ 29 ભારતીય વાયુ સેનાની 28 મી સ્ક્વાડ્રન સાથે સંબંધ ધારાવે છે અને તેણે જામનગરથી પ્રશિક્ષણ ઉડાણ ભરી હતી. તેમણે કહ્યું દુર્ઘટના 11.23 વાગ્યે સર્જાઈ.
આ વર્ષે જે પાંચ દુર્ઘટના સર્જાઈ તેમાં એક મિગ 27, બે મિગ 21 એક હોક એડવાંસ્ડ જેટ ટ્રેનર અને એક કિરન ટ્રેનર શામેલ છે. એક દુર્ઘટનામાં એક પાયલટ પણ મૃત્યુ પામ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં એક મિગ 27 ઉત્તર બંગાળમાં હશીમારા નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાર બાદ ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ભૂજ નજીક મિગ 21 દુર્ઘટના સર્જાઈ.
એપ્રિલમાં એક હોક પ્રશિક્ષણ વિમાન કર્ણાટકના બીદરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને મે માસમાં હૈદરાબાદ નજીક ડિંડીગુલમાં એક કિરન ટ્રેનર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં એક મહિલા પ્રશિક્ષુ પાયલટ મૃત્યુ પામી.
પાંચમી દુર્ઘટના મે માસમાં સર્જાઈ જેમાં બાગડોગરા હવાઈમથકેથી ઉડેલું મિગ 21 વિમાન શિકાર બન્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|