|
| ડાબેરીઓના વર્તન પર મુલાયમને આશ્રર્ય |
| નવી દિલ્લી (ભાષા), 20 જુલાઈ 2008 ( 16:17 IST ) | |
સમાજવાદી પાર્ટીની એકજૂથતાનો દાવો કરતા પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આજે ભાજપ સાથે હાથ મિલાવાનો ડાબેરી પક્ષો પર આરોપ લગાવ્યો.
મુલાયમ સિંહે અહીં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તે સ્પષ્ટ કરી દેવો જોઈએ કે, સમાજવાદી પાર્ટી એકજૂથ છે અને મુઠ્ઠીભર પણ અહીંથી ત્યાં થયાં નથી. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી જે સાંસદ પાર્ટી છોડીને ચાલ્યાં ગયાં છે તેમાંથી કેટલાક નિહિત સ્વાર્થ રહ્યાં છે.
અત્યાર સુધી મિત્ર રહેલા ડાબેરીઓનો ઉધડો લેતા તેમણે કહ્યું મને એ જોઈને આશ્વર્ય થયું કે, યુપીએ સરકારને પાડવા માટે ડાબેરીઓ ભાજપને સાથ આપી રહ્યાં છે. ડાબેરી અને ભાજપ પહેલેથી જ સાથે આવી ચૂક્યાં છે.
તેમણે જણાવ્યું કે, ધર્મનિરપેક્ષતાની રાજનીતિ કરનારા લોકો હવે મસ્જિદ પાડનારા અડવાણીનો સાથ આપી રહ્યાં છે. તેમણે સાંસદોના ખરીદ-વેચાણ સંબંધી નિવેદન માટે ભાકપા નેતા એ બી વર્ધનની પણ આલોચના કરી અને કહ્યું કે, વર્ધન સાહેબ જણાવે કે, કોણ રૂપિયા વહેંચી રહ્યું છે. માત્ર લવારો કરવાથી હવે રાજનીતિ નહીં થાય.
તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી સરકારના સમર્થનનો પ્રશ્ન છે તો સાંપ્રદાયિક શક્તિઓને રોકવા અને ધર્મનિરપેક્ષ રાજનીતિ માટે સપાના પરમાણુ કરારનું સમર્થન કર્યું છે અને આ કરાર પૂરી રીતે દેશના હિતમાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|