|
| અડવાણીએ કોંગ્રેસના દાવા ફગાવ્યા |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 08:30 IST ) | |
ભાજપના નેતા એલ કે અડવાણીએ ગઈ કાલે કોંગ્રેસના એ દાવાને નિરાધાર ગણાવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ડિસેંમ્બર 2007માંએક મુલાકાત દરમિયાન ભારત અમેરિકા પરમાણું કરાર સમજુતી પર પોતે સહમતી દર્શાવી હતી.
અડવાણીએ ભાષાને કહ્યું કે, મેં મીડિયા અહેવાલમાં કપિલ સિબ્બલના હવાલાથી સાંભળ્યું છે કે, મેં સમજુતી પર વડાપ્રધાન મનમોહન સિહ સાથે પોતાની સહમતિ વ્યક્ત કરી હતી. હું આ નિરાધાર અહેવાલોનું ખંડન કરૂ છું. આ વિશ્વાસ મત પહેલા ખોટી સૂચના તથા ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન છે.
સિબ્બલે એક સમાચાર ચેનલને આપેલા ઈંટરવ્યુંમાં દાવો કર્યો છે કે, ભારત અમેરિકા પરમાણું સમજુતી પર અડવાણીએ સહમતિ વ્યક્ત કરી હતી પણ પોતાની પાર્ટીના નેતાઓને સમઝી શકવામાં નિષ્ફળ રહ્યા બાદ પાછળ હટી ગયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|