|
| સિંહે દેવગૌડા પાસે સમર્થન માંગ્યું |
| બેંગલૂરૂ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 15:41 IST ) | |
વડાપ્રધાન મનમોહન સિંહે આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અને જદ એસ પ્રમુખ એચ ડી દેવગોડા સાથે ટેલિફોન પર વાત કરી અને લોકસભામાં 22 મીએ વિશ્વાસમતના પ્રસ્તાવ પર તેમની પાર્ટીનું સમર્થન માંગ્યુ છે.
જદ એસની કર્ણાટક એકમના પ્રવક્તા વાઈ એસ વી દત્તે અહીં પત્રકારોને જાણકારી આપી કે, વડાપ્રધાને આજે સવારે દેવગૌડા સાથે ટેલિફોન પર વાતચીત કએરે અને વિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ સભ્યોની જદ એસનું સંપ્રગ સરકાર માટે સમર્થન માંગ્યું.
જોકે દત્તે એ પણ કહ્યું છે કે, તેમને એ મુદ્દા બાબતે વધારે જાણકારી નથી જેના પર બંને નેતાઓએ વાતચીત કરી.
આ દરમિયાન જદ એસના સ્થાનિય નેતાઓની આજે અહીં બેઠક થવાની છે જેમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી સંપ્રગ સરકારને સમર્થન આપવાની અથવા ન દેવા બાબતે નિર્ણય કરવામાં આવશે.
દત્તે જાણકારી આપી કે, એક અન્ય ઘટનાક્રમમાં પાર્ટીથી અલગ થયેલા ઘટકના નેતા એમ પી વીરેન્દ્ર કુમાર જદ એસમાં પાછા ફર્યા છે અને તે દિલ્હીમાં આવતી કાલે થનારી પાર્ટીના ટોચના નેતાઓની બેઠકમાં ભાગ લેશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|