યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ઇંડોનેશિયામાં વિમાન દુર્ઘટના, 68 મર્યા
જકાર્તા (ભાષા), બુધવાર, 20 મે 2009   ( 12:11 IST )
ઇંડોનેશિયામાં બુધવારે એક સેન્ય વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી તેમાં મુસાફરી કરી રહેલા 68 લોકોના મૃત્યુ નિપજ્યાંના સમાચાર છે. વિમાનમાં કુલ 100 થી વધારે લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.

અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનામાં દર્જન લોકોના ઘાયલ થવાની આશંકા છે. સ્થાનીય ટીવી ચેનલોં દ્વારા દેખાડવામાં આવેલા ફુટેજથી જાણવા મળ્યું છે કે, મોટાભાગના મૃત્યુ દુર્ઘટનામાં દાઝી જવાના કારણે નિપજ્યાં છે.

વાયુ સેનાના પ્રવક્તા બૈમબૈંગ સુલિસ્ત્યોએ જણાવ્યું કે, સી-130 હરક્યૂલિસ નામના વિમાનમાં 112 લોકો અને ચાલક દળના સભ્યો શામેલ હતાં. વિમાન પોતાના નિયમિત પ્રશિક્ષણ મિશન પર હતું ત્યારે તે પૂર્વી જાવા પ્રાંતની વાયુ સેના આધાર શિબિર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં બાદ ખેતરોમાં જઈ પડ્યું.

નજીકના એક ગ્રામીણે ઈએલ-શિંતા રેડિયોને જણાવ્યું કે, અમે જોરદાર અવાજ સાંભળ્યો. તેણે જણાવ્યું કે, વિમાન હલી રહ્યું હતું અને બાદમાં તે બે ટુકડામાં વિભાજીત થઈ ગયું.

પૂર્વી જાવાના વાયુસેના આધાર શિબિરના પ્રવક્તા સુયોનોએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 68 સુધી પહોંચી ગઈ છે અને મૃતાંક હજુ વધવાની સંભાવના છે.


(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વરદીમાં મળ્યો પ્રભાકરણનો મૃતદેહ
પ્રભાકરન જીવિત : એલટીટીઈનો દાવો
બેવડી રમત રમી રહ્યું છે પાક : ગેટ્સ
તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણ ઠાર
લિટ્ટેનો "રાજકુમાર" ઘાયલ
મેક્સિકોમાં ફ્લુમાં 68 મોત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...