યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
વરદીમાં મળ્યો પ્રભાકરણનો મૃતદેહ
કોલંબો (ભાષા), મંગળવાર, 19 મે 2009   ( 15:53 IST )
લિટ્ટે સમર્થક વેબસાઈટ દ્વારા પ્રભાકરણના મૃત્યુ પર પ્રશ્ન ઉઠાવવા અને તેના જીવિત અને સુરક્ષિત હોવાનો દાવો કર્યા બાદ શ્રીલંકા સેનાએ મંગળવારે કહ્યું કે, વેલુપિલ્લઈ પ્રભાકરણનો મૃતદેહ મળી ચૂક્યો છે.

સેનાના પ્રવક્તા બ્રિગેડિયર ઉદય નાનાયક્કાએ કહ્યું કે, પ્રભાકરણનો મૃતદેહ નો ફાયર જોનમાં નાંદીકાદલ નજીક મળ્યો. તેમણે કહ્યું કે, પ્રભાકરણ પોતાની વિશેષ વેશભૂષામાં હતો અને તેના માથા પર ગોળી લાગ્યાના નિશાન હતાં.

સેના અધિકારીઓએ અથડામણનું વિવરણ આપતા જણાવ્યું કે, લિટ્ટે પ્રમુખનું મૃત્યુ સોમવારે નિપજ્યું. પ્રભાકરણ અને તેના બે ઉચ્ચસ્તરીય કમાંડર પોટ્ટૂ અમ્મન અને સમુદ્રી છાપામાર પ્રમુખ સૂસોઈ પોતાના સંતાવાના ઠેકાણેથી એક સશસ્ત્ર વાહનમાં નિકળ્યાં. તેમની સાથે એંબુલેંસમાં તેમના સશસ્ત્ર જવાનો પણ હતાં.

તેમણે સેનાનો સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયત્ન કર્યો ત્યાર બાદ સુરક્ષા ટુકડી અને છાપામારો વચ્ચે બે કલાક સુધી અથડામણ ચાલી. અંતમાં સુરક્ષા ટુકડીએ વાહનને રોકેટથી ફૂંકી માર્યું ત્યાર બાદ ટુકડીને વાહનમાંથી તમામના મૃતદેહ કબ્જે કરવામાં આવ્યાં. અધિકારીઓના જણાવ્યાનુસાર પ્રભાકરણના મૃતદેહ પર રોકેટના સીધા પ્રભાવના કારણે દાઝી જવાના નિશાન પણ પડેલા હતાં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પ્રભાકરન જીવિત : એલટીટીઈનો દાવો
બેવડી રમત રમી રહ્યું છે પાક : ગેટ્સ
તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણ ઠાર
લિટ્ટેનો "રાજકુમાર" ઘાયલ
મેક્સિકોમાં ફ્લુમાં 68 મોત
અમેરિકામાં ભૂકંપના ઝટકા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...