યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
તાલિબાનને હરાવી દેશે પાક : ગિલાની
ઈસ્લામાબાદ (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 12:48 IST )
પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ જણાવ્યું છે કે, તેમનો દેશ તાલિબાનને સૈન્ય કાર્યવાહીમાં હરાવી દેશે પરંતુ આ સંઘર્ષમાં બેઘર થયેલા હજારો લોકોની જો તેણે મદદ ન કરી તો તે લોકોનું સમર્થન ગુમાવી શકે છે.

ગિલાનીએ નેશનલ એસેંબલીમાં કહ્યું કે, અમે તાલિબાનને સૈન્ય કાર્યવાહીમાં હરાવી દઈશું પરંતુ જો અમે જનતાનું સમર્થન ગુમાવી દીધું તો તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ રહેશે.

તેણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં અમેરિકાની નજીક સહયોગીની ભૂમિકા પર દેશમાં વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાઓ છતાં પણ વધુ પડતી રાજનીતિક પાર્ટીઓ અને નાગરિક તાલિબાન વિરુદ્ધ જારી સેન્ય કાર્યવાહીનું સમર્થન કરે છે.

ગિલાનીએ કહ્યું કે, સરકારે સહાયતા આપનારા એક સમ્મેલનને બોલાવ્યું છે પરંતુ તે પાકિસ્તાનનાન લોકોથી પણ આશા કરે છે કે, તે યુદ્ધમાં બેઘર થયેલા લોકોની સહાયતા માટે આગળ આવે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ સ્વાત ઘાટીમાં તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ પોતાનું અભિયાન ગત સપ્તાહે એ સમયે શરૂ કર્યું જ્યારે અમેરિકાએ તેના પર એ આરોપ લગાવ્યો કે, તે આતંકવાદીઓ સામે ઘુંટણે ટેકી રહ્યું છે.

સેનાનું આ અભિયાન શરૂ થયાં બાદથી આશરે આઠ લાખ 30 હજાર નાગરિકોને પલાયન કરવું પડ્યું છે જ્યારે પશ્વિમોત્તર ક્ષેત્રથી પાંચ લાખ લોકો પહેલા જ પલાયન કરી ચૂક્યાં છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સ્પેનમાં ગર્ભપાત કાનૂની બનાવાની તૈયારી
હોટેસ્ટ મહિલાઓની યાદીમાં મિશેલ
કાન મહોત્સવ શરૂ
મિશન પર રવાના એટલાંટિસ
પાકમાં 3,60,000 લોકો બેઘર
મિંગોરાથી લોકોનું પલાયન જારી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...