|
| સ્પેનમાં ગર્ભપાત કાનૂની બનાવાની તૈયારી |
| મૈડ્રિડ (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 12:22 IST ) | |
સ્પેન સરકાર ગર્ભપાત પર લાગેલો કાનૂની પ્રતિબંધ હટાવવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણય રોમન કૈથોલિક દેશમાં વિવાદ ઉત્પન્ન કરી શકે છે જ્યાં ગર્ભપાતને ધાર્મિક દૃષ્ટિથી એક ગુનો માનવામાં આવે છે. એ જાણતા હોવા છતાં પણ તેનો દુરુપયોગ થઈ શકે છે તેનાથી સંબંધિત ખરડો સ્પેન સરકારે સંસદમાં રજૂ કરી દીધો છે.
ખરડા અનુસાર જો કોઈ મહિલાને ગર્ભધારણથી કોઈ માનસિક પરેશાની અથવા મુશ્કેલી આવી તો તે ગર્ભધારણના 14 માં સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકશે. ખરડામાં એ પણ જોગવાઈ છે કે, 16 વર્ષીય યુવતી માતા-પિતાને જણાવ્યા વગર જ ગર્ભપાત કરવી શકશે.
આ ખરડાનો વિરોધ કરનારાઓએ તર્ક આપ્યો છે કે, જો જાનવરોને બચાવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો પોતાની રક્ષા ન કરનારા અજન્મેલા શિશુઓની પણ રક્ષા કરવામાં આવવી જોઈએ.
ત્યાં બીજી તરફ સરકારનું કહેવું છે કે, યૂરોપીય પંચે આંકડાઓ અનુસાર જર્મનીમાં ગર્ભપાત સંબંધી કાયદો લચીલો હોવા છતાં પણ ત્યાં વર્ષ 2004 માં સ્પેનની તુલનામાં ઓછા ગર્ભાત કરવામાં આવ્યાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|