|
| મિંગોરાથી લોકોનું પલાયન જારી |
| ઈસ્લામાબાદ (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 12:03 IST ) | |
પાકિસ્તાનની અશાંત સ્વાત ઘાટીમાં ત્રણ લાખની આબાદી વાળા મુખ્ય શહેર મિંગોરાના 50 ટકાથી વધારે લોકો ક્ષેત્રમાં સેના અને તાલિબાન વચ્ચે જબરદસ્ત લડાઈના કારણે પોતાનું ઘર છોડીને જઈ ચૂક્યાં છે.
પ્રાંતના પર્યાવરણ મંત્રી વાજિદ અલી ખાને જણાવ્યું કે, લોકો સુરક્ષિત સ્થાનો પર જવા માટે ટ્રક, મોટરસાઈકલ અને ગધેડા ગાડી અને ત્યાં સુધી કે, સાઈકલોનો પણ ઉપયોગ કરી રહ્યાં છે.
ખાને કહ્યું કે, મિંગોરાની 50 ટકાથી વધારે આબાદી સુરક્ષિત સ્થાનો તરફ કૂચ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, મિંગોરાની આબાદી આશરે 300000 છે.
બુનેર, દીર તથા સ્વાતમાં તાલિબાન વિરુદ્ધ સેનાનું અભિયાન જારી છે અને આ જિલ્લાઓથી પલાયન કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન સેનાએ આજે સ્વાતમાં સંઘર્ષની તાજા ઘટનાઓમાં 50 તાલિબાન લડાકૂઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.
ગૃહમંત્રી રહમાન મલિકે કહ્યું કે, તાલિબાન વિરુદ્ધ ગત સપ્તાહે શરૂ થયેલા અભિયાનમાં અત્યાર સુધી આશરે 700 આતંકવાદી મૃત્યુ પામી ચૂક્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|