|
| શરીફ જરદારીથી વધુ લોકપ્રિય |
| ઈસ્લામાબાદ (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 11:50 IST ) | |
પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને લોકપ્રિયતાના મામલામાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને પાછળ છોડી દીધા છે.
એક સર્વેક્ષણ અનુસાર પાકિસ્તાનની 71 ટકા જનતા શરીફને પોતાના પસંદીદા નેતા માને છે જ્યારે માત્ર 16 ટકા લોકોને નેતાના રૂપમાં જરદારી પસંદ છે. અમેરિકા આધારિત ઈંટરનેશનલ રિપબ્લિકન ઈંસ્ટીટ્યૂટ દ્વારા માર્ચમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં આજે જાહેર પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, 71 ટકા લોકોએ પોતાના પસંદીદા રાષ્ટ્રપતિના રૂપમાં શરીફનું નામ લીધું.
સર્વેક્ષણના પરિણામ એવા સમયમાં આવ્યાં છે જ્યારે પાકિસ્તાનમાં શરીફે પદચ્યુત ન્યાયાધીશોની બહાલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જનતાથી પુછવામાં આવવા પર કે, દેશની સમસ્યાને કોણ શ્રેષ્ઠ રીતે સુલજાવી શકે છે, 55 ટકા લોકોએ શરીફનું નામ લીધું.
એવા સમયમાં જ્યારે અન્ય તમામ પાકિસ્તાની નેતાઓની લોકપ્રિયતામાં ઘટાડો આવી રહ્યો છે. વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ પોતાની શાખમાં વૃદ્ધિ કરી છે. દેશના 33 ટકા લોકો ગિલાનીને જ શ્રેષ્ઠ વડાપ્રધાનના રૂપમાં જુવે છે જ્યારે અગાઉ થયેલા સર્વેક્ષણમાં આ આંકડો 19 ટકા હતો.
દેશના માત્ર 10 ટકા લોકો આતંકવાદને દેશ સામે સૌથી મોટો ખતરો માને છે જ્યારે 77 ટકા લોકોનું માનવું છે કે, આર્થિક મુદ્દે બેરોજગારી અને ગરીબી સૌથી મોટી સમસ્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|