|
| રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ |
| લોસ એંજેલ્સ (ભાષા), સોમવાર, 12 જાન્યુઆરી 2009 ( 10:52 IST ) | |
લોસ એંજેલ્સના બેવર્લી હિલ્ટનમાં આયોજિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ફિલ્મ સ્લમડોગ મિલિનિયેરે 3 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ફિલ્મ બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ ડાઈરેક્ટ અને બેસ્ટ ઓરિજનલ સ્કોરનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 4 કેટેગરીમાં નોમિનેટ છે.
ભારતના ખ્યાતનામ સંગીતકાર એ.આર.રહેમાનને બેસ્ટ ઓરિજનલ સ્કોરનો એવોર્ડ મળ્યો છે. રહેમાન ગોલ્ડન ગ્લોબ જીતનારા પ્રથમ ભારતીય બની ગયાં છે.
ટાઈટેનિક ફેમ હોલિવુડ એક્ટ્રેસ કેટ વિંસલેટને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો. તેમને આ એવોર્ડ તેમની ફિલ્મ 'ધ રીડર' માં શ્રેષ્ઠ એક્ટિંગ માટે આપવામાં આવ્યો. 'વોલ ઈ' ને બેસ્ટ એનિમેશન ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે મુંબઈની પુષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ 'સ્લમડૉગ મિલિનિએર' ને 4 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. આ અગાઉ આ ફિલ્મ તાજેતરના ક્રિટિક્ટ ચોઈસ એવોર્ડમાં પણ 5 પુરસ્કાર જીતી ચૂકી છે. આ ફિલ્મને બેસ્ટ પિક્ચર ચૂંટવામાં આવી હતી.
બેસ્ટ કમ્પોજર માટે રહેમાનનું સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મના હીરો દેવ પટેલને યગ એક્ટર, ડૈની બોયલેને બેસ્ટ ડાયરેક્ટર અને સાઈમન બ્યૂફોયને બેસ્ટ રાઈટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પણ એવોર્ડમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવામાં આવ્યું હતું તે આ સમારોહમાં એક પ્રેજંટરના રોલમાં નજરે ચડ્યાં. આ સમારોહમાં પ્રથમ વખત કોઈ ભારતીય સ્ટારને એવોર્ડ આપવા માટે બોલાવામાં આવ્યો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડનું 150 દેશોમાં લાઈવ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|
|