|
| પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ |
| ઈસ્લામાબાદ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 15:54 IST ) | |
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક બસ અને એક ટ્રકમાં આજે સવારે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 20 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે.
પોલીસે જણાવ્યું કે, લોધરાન શહેર પાસે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 11 બાળકો શામેલ છે. ઘાયલોમાં કેટલાક સ્કૂલના બાળકો છે. શહેરની મુખ્ય હોસ્પિટલમાં ભરતી ઘાયલોમાંથી કેટલાકે જણાવ્યું કે, બસની ગતિ વધુ હોવાથી ચાલક તેના પરથી કાબૂ ગુમાવી દીધો.
બસ ચાલક ફરાર છે. બસમાં સ્કૂલી બાળકો સહિત આશરે 100 વ્યક્તિ સવાર હતાં. ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યાનુસાર બસ પૂરી રીતે નષ્ટ થઈ ચૂકી છે. ચિકિત્સકોના જણાવ્યાનુસાર કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|