|
| શ્રીલંકામાં 82 લિટ્ટે વિદ્રોહી ઠાર |
| કોલંબો (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:12 IST ) | |
શ્રીલંકાના ઉત્તરી ભાગમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 82 તામિલ વિદ્રોહીઓ મૃત્યુ પામ્યાં છે. સેન્ય અધિકારીઓના જણાવ્યાનુસાર મન્નાર ક્ષેત્રમાં લિટ્ટેના કબ્જા હેઠળનું વિદાત્તાલતિવુ શહેરમાં સુરક્ષા દળોની કાર્યવાહી કરનારાઓની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ઘટનામાં એક સૈનિકનું મૃત્યુ નિપજ્યું જ્યારે 15 અન્ય ઘાયલ થયાં છે.
દરમિયાન વાયુ સેનાના પ્રવક્તા જનાકા નન્યાક્કારાએ જણાવ્યું કે, વિદાત્તાલતિવથી પાંચ કિલોમીટર દૂર લુપાઈકાદાવીમાં એમઆઈ..24 થી કાલે બપોરે બોમ્બમારો કરવામાં આવ્યો. હજું એ વાતની જાણ થઈ શકી નથી કે, આ કાર્યવાહીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યાં છે.
સેનાના જણાવ્યાનુસાર જાફનાના કિલાલી ક્ષેત્રમાં એક લિટ્ટે વિદ્રોહી મૃત્યુ પામ્યો. આ ઉપરાંત વાવુનિયા ક્ષેત્રના અમપાદાનકુલમમાં ત્રણ વિદ્રોહી મૃત્યુ પામ્યાં. ઘટનામાં એક સુરક્ષાકર્મી પણ મૃત્યુ પામ્યો. વાવુનિયાના જ નવા વિસ્તારમાં સુરક્ષા ટુકડીએ ચાર લિટ્ટે વિદ્રોહીઓને ઠાર માર્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|