|
| ચીન ભૂકંપમાં મૃતાંક 15 હજાર |
ચીનના ભૂકંપ પ્રભાવીત ક્ષેત્રોમાં હનારો સૈનિકો તથા પોલીસ બળો સિચુઆન પ્રાંતમાં પહોંચવા અને રાહત કાર્યમાં ગતિ આવવાની સાથે મૃત્યું પામનારાઓની સંખ્યા પણ વધીને 15 થી 20 હજાર થઈ ગઈ છે જ્યારે હજારો લોકો કાટમાળમાં દાબાયા હોવની આશંકા છે.
આ દરમિયાન સરકારી સમાચાર એંજંસી શિંહુઆના જણાવ્યા અનુંસાર ભૂકંપનું કેંન્દ્ર રહેલા બેચુઆન ગામમાં દસ હજારની વસ્તીમાંથી ફક્ત બે થી ત્રણ હજાર લોકો જ બચ્યા હોવાની આશંકા છે. આ વિસ્તારમાં રહત કાર્ય તથા બચાવકમગીરી વધારે ઝડપી બનાવવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું છે.
એવું પણ માનવામા આવે છે કે, વેનચુઆન ગામમાં શિન્હુઆ વિસ્તારમાં દસ હજારની વસ્તી ધરાવતા ગામમાં લગભગ સાત હજાર લોકો ભૂકંપનો ભોગ બની ચુક્યા છે.
સિચુઆન ઓનલાઈન સમાચાર સાઈટના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપના કારણે જાનમાલને ભારે નુંકશાન થયું છે.
કેટલાક શહેરોમાં તો કોઈ ઘર વ્યવસ્થીત ઉભેલું નથી બચ્યું અને ઉંચી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે.
મીડિયાએ પોલીસકર્મીઓના હવાલાથી કહ્યું કે, એકવાર બચાવદળના બેચુઆનના અન્ય શહેરોમાં પહોંચતાની સાથે જ મૃતકોના આંકડામાં ઘણી વૃદ્ધિ જોવા મળી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|