|
| સેંસેક્સ 2099, નિફ્ટી 636 અંકોનો ઉછાળો |
| મુંબઈ (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 12:22 IST ) | |
કેન્દ્રમાં સરકારની સ્થિરતાએ શેરબજારમાં સોમવારે રોનક દેખાડી. સેંસેક્સ 10 ટકાની વૃદ્ધિ સાથે ખુલ્યાં બાદ સર્કિટ લગાવી દીધી અને દિવસભર માટે વેપાર રોકી દેવામાં આવ્યો છે. શેર બજારમાં ઈતિહાસમાં આ પ્રથમ મૌકો છે જ્યારે બે વખત સર્કિટ લાગ્યાં બાદ તેમાં ઉછાળો કાયમ રહ્યો.
બપોરે 12 વાગ્યાનો તાજો હાલ એ હતો કે, સેંસેક્સ 14273 (+2099) અને નિફ્ટી 4308 (+ 636) હતો અને તેના પર બજાર બંધ થઈ ગયું છે. 12 વાગ્યા સુધી 3103 કરોડનો વેપાર થયો અને આ જ કારણ છે કે, દલાલ સ્ટ્રીટ પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એતિહાસિક રીતે સેંસેક્સના ગુલજાર થવાથી શેરબ્રોકરોમાં ઘણી પ્રસન્નતાને લહેર ઉમટી છે. મુંબઈમાં શેરધારક બજારના આ સકારાત્મક વલણને જોતા ફૂલ્યા સમાતા નથી અને કેટલાક લોકો તો ખુશીમાં ફટાકડાઓ પણ ફોડી રહ્યાં છે.
શેરબજાર સોમવારે વૃદ્ધિ સાથે ખુલવાની પૂરી સંભાવના હતીં કારણ કે, લોકસભા ચૂંટણીમાં સ્થિર સરકાર ફરી સત્તા પર આવી રહી છે. એ જાણ ન હતી કે, આ શરૂઆત એતિહાસિક રહેશે અને બજાર પર બે વખત સર્કિટ લાગશે.
શેરબજારે યૂપીએ સરકારનું સ્વાગત કર્યું છે. પી. ચિદમ્બરમે કહ્યું કે, બજારમાં તેજી થવાની આશા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|