|
| સેંસેક્સમાં 300 અંકોની તેજી |
| મુંબઈ (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 18:15 IST ) | |
આરબીઆઈની સકારાત્મક પહલે ચૂંટણી પરિણામોના ઠીક પહેલા દેશના શેર બજારો બે દિવસની પડતીમાંથી બહાર આવવામાં મદદ કરી અને બેંકિગ કપંનીઓના શેરોના રોકાણકારોના સારા સમર્થનથી શુક્રવારે મુંબઈ સ્ટોક એક્સચેંજનો સૂચકાંક 300 અંક ઉછળીને ફરી 12,000 ને પાર કરી ગયો.
છેલ્લા બે દિવસોથી પડતીને જોઈ રહેલો સેંસેક્સ 300.51 અંકોના ઉછાળની સાથે આજે 12,173.44 ના સ્તર પર બંધ થયો. દિવસમાં બજાર એક સમયે 12,219.54 સુધી ચડી ગયું હતું.
ભારતીય રિજર્વ બેન્ક તરફથી વૃદ્ધિને પ્રોત્સાહિત કરવાના ઉપાયના ભરોસા બાદ બેંકિગ શેરોમાં તેજીમાં મુખ્ય ભૂમિકા નિભાવી. વ્યાજ દરો પ્રત્યે સંવેદનશીલ વાહન અને રીયલ્ટી ક્ષેત્રોને પણ બજારમાં ઉછાળમાં યોગદાન આપ્યું.
નેશનલ સ્ટાક એક્સચેંજનો નિફ્ટી 50 શેરોવાળો સૂચકાંક નિફ્ટી પણ 78.20 અંકની તેજી સાથે 3,671.65 ના સ્તર પર પહોંચી ગયો. નિફ્ટી વેપાર દરમિયાન 3,686.25 થી 3,597.85 સુધી ગયો હતો.
બજાર વિશેષજ્ઞોએ કહ્યું કે, બેક સરળ દરો, ઋણ અને કેટલીક આકર્ષક દેણા યોજનાઓ પૂરી પાડી રહી છે જેનાથી બેંકિંગ અને વ્યાજ પ્રત્યે સંવેદનશીલ ક્ષેત્રોના શેરોને બજારને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવી.
તેજીમાં રહેલા શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં 7.03 ટકા, ભારતીય સ્ટેટ બેન્કમાં 3.5 ટકા, એચડીએફસી બેન્કે 1.71 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|