|
| મંદી છતાં SBIનો નફો વધ્યો |
| મુંબઈ, રવિવાર, 10 મે 2009 ( 16:20 IST ) | |
દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે પ્રોત્સાહક પરિણામોની જાહેરાત કરી હતી.
૩૧ માર્ચે પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટેટ બેંકનો ચોખ્ખો નફો ૪૫.૬૨ ટકા વધીને રૂ.૨૭૪૨ કરોડ થવા પામ્યો હતો. જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ. ૧૮૮૩ કરોડની સપાટીએ હતો. બેંકની કુલ આવકો પણ ૩૪.૫૭ ટકા વધીને રૂ.૨૨૦૬૦ કરોડ નોંધાઇ હતી. જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.૧૬,૩૯૩ કરોડની સપાટીએ હતી.
બેંકે ૨૦૦૮-૦૯ના વર્ષ માટે ૨૯૦ ટકા એટલે કે શેર દીઠ રૂ.૨૯ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. ૩૧ માર્ચે પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની વ્યાજની આવકો ૨૮ ટકા વધીને રૂ.૧૭૩૪૨ કરોડની સપાટીએ રહી હતી. જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.૧૩૫૭૬ કરોડની સપાટીએ રહી હતી. આ સમય દરમિયાન બેંકનો કાર્યકારી નફો ૨૧ ટકા વધીને રૂ.૫૨૭૭ કરોડની સપાટીએ રહ્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|