|
| મારૂતિ ચાલી ગામડાઓ તરફ |
| જયપુર(ભાષા), 22 નવેમ્બર 2008 ( 16:00 IST ) | |
દેશની અંદર કારનું વિનિર્માણ કરનારી મોટી કંપની મારૂતિ સુઝુકીએ ગામડાઓ પર વધારે જોર આપવાની યોજના બનાવી છે.
કંપનીનું માનવું છે કે કાર ઉદ્યોગમાં છવાયેલી મંદીનો સામનો કરવા માટે તેણે પોતાનો રસ્તો ગામડાઓની તરફ બનાવ્યો છે.
મારૂતિ સુઝુકીએ ગામડાના વિસ્તારોમાં પહોચવા માટે ચાલુ વર્ષમાં લગભગ 10,000 રેજીડેંટ ડીલર સેલ્સ એક્ઝીક્યુટીવની નિમણુંક કરવાની યોજના બનાવી છે. કંપનીના અધિકારી મયંક પારીખે જણાવ્યું હતું કે પ્રમુખ શહેરોની અંદર વેચાણ માટે નોંધાયેલ ઘટાડાને ઓછો કરવા માટે મારૂતિ સુઝુકી ગ્રામીણ બજારોની અંદર રોકાણ માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે ભવિષ્યના ગ્રામીણ ગ્રાહકો સુધીની પહોચની સુનિશ્ચિત કરવા માટે એકદમ અલગ જ રસ્તો અપનાવ્યો છે. અમે દુરના સ્થળોમાં ગ્રામીણોને સેલ્સ એક્ઝીક્યુટીવની રીતે રજુ કરીશું જે ગ્રામીણો સાથે સ્થાનીક ભાષામાં વાતચીત કરીને વેચાણ વધારવામાં મદદ કરી શકે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|