|
| મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય |
| નવી દિલ્લી (ભાષા), 23 માર્ચ 2008 ( 12:58 IST ) | |
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવનારી કાર કંપની બનીને બહાર આવી છે.
કંપનીએ જણાવ્યું કે, શ્રીલંકા સરકાર દ્રારા રજૂ કરવામાં આવેલા તાજા આયાત આંકડાઓમાં મારૂતિને સૌથી વધુ પસંદગીની આયાતિત કાર નિર્માતા તરીકે જાહેર કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે, આ સતત પાંચમું વર્ષ છે જ્યારે મારૂતિએ આ સ્થિતિ પ્રાપ્ત કરી છે.
કંપનીએ અત્યાર સુધીમાં શ્રીલંકાને 3600 કારની નિકાસ કરી છે. જ્યારથી તેણે શ્રીલંકામાં પોતાનું સંચાલન શરૂ કર્યુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારૂતિએ કુલ 26,000 કારોની નિકાસ છે.
મારૂતિએ 1989...90 માં પ્રથમ વખત 10 કારોની નિકાસ કરી હતી. શ્રીલંકામાં સૌથી લોકપ્રિય મોડેલ મારૂતિ-800 છે જેની સંખ્યા આશરે 16,000 છે. આ ઉપરાંત આલ્ટો અને સ્વિફ્ટ પણ લોકપ્રિય બ્રાંડ છે.
મારૂતિ એસએક્સ4 ને છોડીને તમામ મોડેલની નિકાસ કરે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|