|
| આ દેખે જરા : ન જોવામાં જ ફાયદો |
નિર્માતા : વિકી રાજાની નિર્દેશક : જહાંગીર સુરતી સંગીત : ગૌરવ દાસગુપ્તા, પ્રીતમ ચક્રવર્તી કલાકાર - બિપાશા બસુ, નીલ નિતિન મુકેશ, રાહુલ દેઅ, સોફી ચૌધરી
થ્રિલર ફિલ્મના નિર્માણનું કાર્ય સરળ નથી. ફક્ત એ જ થ્રિલર ફિલ્મો સફળ થાય છે જે દર્શકોને બાંધી રાખે છે. જેમાં હવે શુ થશે તેની આતુરતા અને ઉત્સુકતા જળવાઈ રહે છે. કહેવા માટે તો 'આ દેખે જરા' પણ એક થ્રિલર ફિલ્મ છે પરંતુ તેમાં એકપણ દૃશ્ય એવું નથી જે રોમાંચ ઉત્પન્ન કરે.
પ્રથમ ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી દર્શક આ ફિલ્મ સાથે જોડાઈ નથી શકતો અને આશ્ચર્યજનક રીતે જોતો રહે છે કે શુ થઈ રહ્યુ છે ? કેમ થઈ રહ્યુ છે? થોડીવાર પછી એ રૂચિ પણ સમાપ્ત થઈ જાય છે અને લાગે છે કે ફિલ્મ પૂરી થાય અને તે સિનેમાઘરની બહાર નીકળે.
વાર્તામાં જે પ્લોટ છે, તેમા એક શ્રેષ્ઠ થ્રિલરની શક્યતા હતી. ફિલ્મના નાયક રે(નીલ નીતિન મુકેશ)ના હાથમાં તેના નાનાજીનો એક કેમેરા આવી જાય છે. એ કેમેરા દ્વારા એ જેનો પણ ફોટો પાડે છે તેના ભવિષ્યમાં શુ થવાનુ છે તેની તેને ખબર પડી જાય છે.
આજે ખુલનારી લોટરીનો એ ફોટો ખેંચે છે તો ફોટોમાં બીજા દિવસે ખુલનારી લોટરીનો નંબર આવી જાય છે. ઘોડારેસ, શેર અને લોટરી દ્વારા એ ખૂબ જ શ્રીમંત બની જાય છે. આ કેમેરાની મદદથી એ ડીજે સિમી(બિપાશા બસુ) નો જીવ બચાવે છે. જે એની ગર્લફ્રેંડ બની જાય છે. અહીં સુધીની વાર્તાને નિર્દેશકે નીરસતા પૂર્વક રજૂ કરી છે.
એક દિવસ રે પોતાનો ફોટો ખેંચે છે અને ફોટોમાં કાળો રંગ આવે છે. તેનુ મોત નજીક છે એવુ કેમેરા બતાવે છે. રે જાણવા માંગે છે કે એ કેવી રીતે મરશે અને કોણ તેને મારશે. એક વાર ફરી ઉત્સુકતા જાગે છે કે હવે ફિલ્મમાં રોમાંચ આવશે, પરંતુ બધી આશાઓ પર પાણી ફરી જાય છે.
ફિલ્મના લેખક અને નિર્દેશકોને કદાચ એ સમજાયુ નહી કે વાર્તાને કેવી રીતે આગળ વધારવી. તેઓ કંફ્યૂજ જોવા મળ્યાં. આ પછી ફિલ્મમાં મતલબ વગરની ઘટનાઓ ઘટે છે, જેની સાથે દર્શકોને કોઈ લેવા દેવા નથી.
નિર્દેશક જહાંગીર સૂરતી સંપૂર્ણ રીતે અસફળ રહ્યા. તેઓ ન તો બિપાશા-નીલની લવસ્ટોરીને વ્યવસ્થિત રીતે રજૂ કરી શક્યા કે ન તો કલાકારો પાસેથી સારુ કામ કરાવવામાં સફળ રહ્યા. લેખકોએ તેમનુ કામ વધુ મુશ્કેલ કરી નાખ્યુ.
'જોની ગદ્દાર'માં નીલનો અભિનય સારો હતો પરંતુ આ ફિલ્મમાં તેઓ નિરાશ કરે છે. બિપાશા સામે તેમની ગભરાહટ દેખાય જાય છે. સાથે જ તેમના સંવાદો રજૂ કરવાનો ઢંગ પણ ખરાબ છે. બિપાશા માટે વધુ સ્કોપ નહોતો. રાહુલ દેવ અને બીજા કલાકારોએ બાકી જગ્યા ભરી છે. ફિલ્મનુ સંગીત સરેરાશ રહ્યું. ટેક્નિકલ રીતે પણ ફિલ્મ નબળી છે. ફક્ત એક જ પ્લસ પોઈંટ છે કે તેનો સમય લગભગ બે કલાકનો છે.
ફિલ્મની પટકથામાં અસંખ્ય ક્ષતિઓ છે. જે લોકો પત્ર-પત્રિકામાં ફિલ્મની ભૂલોને લખીને બતાવે છે, તેમને માટે આ ફિલ્મ ખૂબ જ કામ લાગશે હવે જોઈએ કે કોન વધુ ભૂલો બતાવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|