યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
'ફિરાક' : ગુજરાત રમખાણોનો અરીસો
બેનર : પરસેપ્ટ પિક્ચર કંપની
નિર્દેશક : નંદિતા દાસ
સંગીત : રજત ઢોલકિયા ઔર પીયૂષ કનૌજિયા
કલાકાર : નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, રઘુવીર યાદવ, દીપ્તિ નવલ, સંજય સૂરી, શહાના ગોસ્વામી, ટિસ્કા ચોપડ઼ા

મનોરંજનની સાથોસાથ ફિલ્મ પોતાની વાત કહેવા અથવા વિચાર પ્રગટ કરવા માટે સશક્ત માધ્યમ છે. 2002 માં ગુજરાતમાં રમખાણોની આડમાં જે પણ થયું તેનાથી અભિનેત્રી નંદિતા દાસ પણ દુ:ખી થઈ અને તેણે પોતાની ભાવનાઓને 'ફિરાક' ફિલ્મ મારફત રજૂ કરી છે.

યુદ્ધ અથવા હિંસા ક્યારેય પણ કોઈ સમસ્યાનું સમાધાન લાવતી નથી. તેના ખત્મ થયાં બાદ લાંબા સમય સુધી તેની 'આફ્ટર ઈફેક્ટ્સ' દેખાડવામાં આવી છે.

હિંસામાં કેટલાયે લોકો મરી જાય છે પરંતુ જે જીવિત રહે છે તેમનું જીવન પણ કોઈ યાતનાઓથી ઓછું નથી. આ સાંપ્રદાયિક હિંસાની ચપેટમાં તે લોકો પણ આવે છે જેનું ઘર સળગ્યું નથી ન તો કોઈ તેમનો નજીકનો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે.

ફિલ્મમાં છ કથા છે જે પરસ્પર ગુંથાયેલી છે. તેના પાત્ર દરેક ઉમર અને વર્ગના છે જેમના જીવનની 24 કલાક દેખાડવામાં આવી છે. પતિ (પરેશ રાવલ) નો અત્યાચાર સહેનારી મધ્યવર્ગીય પત્ની (દીપ્તિ નવલ) ને એ વાતનો પશ્વાતાપ છે કે, તે રમખાણો દરમિયાન પોતાના ઘરની બહાર પ્રાણોની ભીખ માંગનારી મહિલાની કોઈ મદદ ન કરી શકી.

સંજય સૂરી એક ઉચ્ચવર્ગીય અને ભણેલો ગણેલો મુસ્લિમ છે જેણે હિન્દૂ મહિલા સાથે લગ્ન કર્યા છે. તેની દુકાન રમખાણો દરમિયાન લૂંટાઈ જાય છે અને તે ડરનો માર્યો ગુજરાત છોડીને દિલ્લી જવા ઈચ્છે છે. તેને પોતાનું નામ જણાવામાં ડર લાગે છે કારણ કે, ધર્મ ઉજાગર થવાનો ભય છે.

શહાનાનું ઘર રમખાણોમાં સળગાવી નાખવામાં આવે છે અને તેને પોતાની હિંદૂ બહેનપણીના પતિ પર શક છે. તેની મિત્રતાની પરીક્ષા આ કઠિન સમય પર થાય છે. રસ્તાઓ પર એક બાળક પણ આટાફેરા મારે છે જેના પરિવારને મારી નાખવામાં આવ્યો છે અને તે પોતાના પિતાને શોધી રહ્યો છે.

એક વૃદ્ધ મુસ્લિમ સંગીતકાર (નસીરુદ્દીન શાહ) છે, જે આ સાંપ્રદાયિક હિંસાથી ખુબ જ દુ:ખી છે. તેનો નોકર તેને પુછે છે કે, શું તમને એ વાતનું દુ:ખ નથી કે, મુસ્લિમ મરી રહ્યાં છે. તે કહે છે કે, તેને મનુષ્યોના મરવાનું દુ:ખ છે. કેટલાક યુવાનો પણ છે જે હિંદૂઓથી બદલો લેવા ઈચ્છે છે.

નિર્દેશકના રૂપમાં નંદિતા પ્રભાવિત કરે છે. ફિલ્મની શરૂઆતનું દૃશ્ય રૂવાળા ઉભા કરી નાખે તેવું છે. લાશોને અંતિમ સંસ્કાર માટે ટ્રક મારફત લાવવામાં આવે છે. મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે એક હિંદૂ સ્ત્રીની લાશ જોઈને કબર ખોદનારો એ લાશને મારવા ઈચ્છે છે. આ દૃશ્ય દેખાડે છે વ્યકિત કેટલી હદ સુધી ઉતરતી કક્ષાએ જઈ શકે છે.

નંદિતાએ પુરૂષોના મુકાબલે મહિલા ચરિત્રોને વધુ સશક્ત દેખાડ્યાં છે. ફિલ્મના અંતમાં તેણે એ બાળકનો ક્લોજઅપ મારફત ચહેરો દેખાડ્યો છે જે પોતાના પિતાને શોધી રહ્યો છે તેની આંખોમાં અસંખ્ય પ્રશ્નો છે. તેનું ભવિષ્ય શુ હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે. આંખમા બાળકનો ચહેરો લઈને દર્શક જ્યારે સિનેમાઘર છોડે છે તો તેના મગજમાં પણ કેટલાક પ્રશ્નો ઘુમ્યાં કરે છે.

ફિલ્મમાં કેટલીક ક્ષતિઓ પણ છે. નસીરનું પાત્ર અચાનક સકારાત્મક થઈ જાય છે. પરેશ રાવલના પાત્રને યોગ્ય રીતે વિકસિત કરવામાં આવ્યું નથી. કેટલાક યુવકો દ્રારા બંદૂક પ્રાપ્ત કરનારુ દૃશ્ય વિશેષ પ્રભાવ છોડતું નથી. બાળકને દરેક કથા સાથે જોડી શકાયો હોત. ફિલ્મમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સવાદોની ખિચડી છે જેને સમજવામાં દર્શકને મુશ્કેલી પડે છે.

તમામ કલાકારોએ પોત પોતાના પાત્રોને શ્રેષ્ઠ રીતે ભજવ્યાં છે. એવું લાગતું નથી કે, કોઈ અભિનય કરી રહ્યું છે. રવિ કે. ચન્દ્રનની સિનેમાટોગ્રાફી ઉલ્લેખનીય છે.

સરવાળે નંદિતા દાસની ફિલ્મ ‘ફિરાક’ એ ફિલ્મોમાંની એક છે જે વિચારવા પર મજબૂર કરે છે.

આપને આ ફિલ્મ કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
13 બી : જો જો ડરતા નહીં
બિલ્લૂ બાર્બર
દેવ ડી : ઈમોશનલ અત્યાચાર
લક બાય ચાંસ : હાલ-એ-બૉલીવુડ
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
ધિ સ્લમડૉગ મિલ્યનેઅર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...