યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
બિલ્લૂ બાર્બર
નિર્માતા : ગૌરી ખાન
નિર્દેશક : પ્રિયદર્શન
ગીતકાર : ગુલજાર, આશીષ પંડિત, સઈદ કાદરી, નીરજ શ્રીધર
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : શાહરુખ ખાન, ઇરફાન ખાન, લારા દત્તા, ઓમપુરી, અસરાની, રાજપાલ યાદવ, મનોજ જોશી. વિશેષ ભૂમિકા મેં - દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા.

પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં ગામો સાથે જોડાયેલી કથાઓ રજૂ કરતા રહે છે. ‘બિલ્લૂ’ માં તેણે બુદબુદા ગામના રહેવાસી લોકોને જણાવ્યાં છે
Billu Barbar
PR
જે ઉત્તરપ્રદેશમાં ક્યાંક આવેલું છે. પ્રિયદર્શનની ફિલ્મોમાં એ વાતની ગેરેન્ટી રહે છે કે, તેમની ફિલ્મ ક્યારેય પણ કંટાળો ઉપજાવતી નથી,ભલે જ તે ફોર્મમા ન હોય. બિલ્લૂ પ્રિયનની કોઈ મહાન ફિલ્મ નથી પરંતુ પૂરા સમય દરમિયાન બાંધીને રાખે છે.


બિલ્લૂ (ઇરફાન ખાન) એક વાળંદ છે જેની દુકાન ચાલતી નથી. બાળકો સહિત આખું ગામ તેની મજાક ઉડાવે છે. એક દિવસે તેના બુદબુદા ગામમાં સુપર સ્ટાર સાહિર ખાન (શાહરૂખ ખાન) શૂટિંગ માટે આવે છે. તેને જોવા માટે આખું ગામ ઉમટી પડે છે. આખા ગામમાં એવા સમાચાર ફેલાઈ જાય છે કે, સાહિર બિલ્લૂનો પાકો મિત્ર છે. બિલ્લૂના બાળકો અને તેની પત્ની બિંદિયા (લારા દત્તા) તેની પાસે જિદ કરે છે કે, તેઓ સાહિર સાથે તેમને મળાવે. ગ્રામજનો બિલ્લૂ પર એ આશાઓ સાથે મહેરબાની કરવા લાગે છે કે, કદાચ બિલ્લૂ સાહિરને તેમના ઘર અથવા સ્કૂલમાં લઈને આવે.

બિલ્લૂ ઘણો સંકોચે છે. તેને વિશ્વાસ નથી કે, સાહિર હવે તેને ઓળખતો હશે અને તે બધાની વાત ટાળતો રહે છે. આખરે એક દિવસે ઘૈર્યનો પુલ ટૂટી જાય છે અને બિલ્લૂને છેતરપીંડીના આરોપમાં જેલમાં પણ જવું પડે છે. શૂટિંગના અંતિમ દિવસોમાં સાહિર એક ભાષણમાં જણાવે છે કે, તે પોતાના મિત્ર બિલ્લૂને શોધી રહ્યો છે જેણે નાનપણમાં તેની મદદ કરી હતી. ફિલ્મની અંતિમ રીલમાં બન્નેની મુલાકાત થાય છે.

કૃષ્ણ અને સુદામાથી પ્રેરિત આ સામાન્ય કથામાં વધારે ઉતાર-ચડાવ તો નથી. કથા ધીરે-ધીરે આગળ વધતી જાય છે કારણ કે, પૂરી ફિલ્મમાં બિલ્લૂ વિચારતો રહે છે કે, તે સાહિરને મળે કે ન મળે. દર્શકો જાણવા ઈચ્છે છે કે, બિલ્લૂ અને સાહિરની મિત્રતા વિષે અને તેના અંત વિષે પણ. શરૂઆતથી અંત સુધી નાના-મોટા મનોરંજક ઘટનાક્રમો ઘટતા જાય છે. શાહરૂખ ખાનનો ઉપયોગ પ્રિયને ચતુરાઈથી કર્યો છે તેમની સંક્ષિપ્ત ભૂમિકાને એ પ્રકારે રજૂ કરવામાં આવી છે કે, ફ્રેમમાં ન હોવા છતાં પણ તે ત્યાં ઉપસ્થિત રહે છે. લોકોની વાતચીતમાં, દીવારો પર પોસ્ટરના રૂપમાં અથવા તો બાળકોની હેર સ્ટાઈલના રૂપમાં.

ફિલ્મનો ક્લાઈમૈક્સ સારો છે જ્યારે બિલ્લૂ અને સાહિરની મુલાકાત થાય છે. બિલ્લૂની દુ:ખજનક હાલત હોવા છતાં પણ સાહિરને તેની આર્થિક મદદ કરતો દેખાડવામાં આવ્યો નથી કદાચ તેનાથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચી હોય. આ સીન પહેલા શાહરૂખના ભાષણવાળું દૃશ્ય શ્રેષ્ઠ અભિનયથી સારુ બની પડ્યું છે જ્યારે તે બિલ્લૂ અને પોતાની મિત્રતા વિષે ગ્રામજનોને જણાવે છે.

ઇરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા છે અને બિલ્લૂના ચરિત્રમાં
Billu Barbar
AP
તે ડૂબી ગયાં છે. એક સીધા-સાદા અને સંકોચી વ્યક્તિ, જેને તેના બાળકો પણ સણકો કરે છે.

લારા દત્તાએ ઈરફાન ખાનનો સાથ સારી રીતે નિભાવ્યો છે પરંતુ મેકઅપ તેની ગરીબીની તસ્વીર રજૂ કરતો નથી. સુપરસ્ટારના રૂપમાં શાહરૂખ ખાનને માત્ર પોતાને રજૂ કરવાના હતાં જે તેમના માટે ડાબા હાથનું કામ હતું.

ફિલ્મમાં જે ગ્લેમરવાળો ભાગ ગાયબ હતો તેની કમીને શાહરૂખે કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાના ગીત સાથે ફિલ્માવાની પૂર્ણ કરી છે. ત્રણેય નાયિકાઓમાં દીપિકા પોતાના હોટ લુકના કારણે બાજી મારી જાય છે. ઓમપુરી, અસરાની અને રાજપાલ યાદવે પ્રિયદર્શનથી પોતાના સંબંધો ખાતર આ ફિલ્મ કરી છે કારણ કે, તેમને વધુ ફુટેજ મળ્યાં નથી.

પ્રીતમનું સંગીત ઠીક-ઠાક છે અને એક-બે ગીત સાંભળવા લાયક છે. મનીષા કોર્ડેના સંવાદ સારા છે. બોડી ગાર્ડ્સથી ઘેરાયેલા શાહરૂખ એક દૃશ્યમાં કહે છે કે, તે એક એવા સુપરસ્ટાર છે જે મહિલાઓને બદલે પુરૂષોથી ઘેરાયેલા રહે છે.

સરવાળે 'બિલ્લૂ' એક મનોરંજક ફિલ્મ છે.

આ ફિલ્મ આપને કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો.. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દેવ ડી : ઈમોશનલ અત્યાચાર
લક બાય ચાંસ : હાલ-એ-બૉલીવુડ
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
ધિ સ્લમડૉગ મિલ્યનેઅર
ચાંદની ચૌક ટૂ ચાઇના : ફ્લોપ
બૅડ લક ગોવિંદ : દર્શકોના બૅડલક
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
કિંગફિશરને 626 કરોડનું નુકસાન
ખાનગી વિમાનન કંપની કિંગફિશર એરલાઇન્સે જણાવ્યું છે કે, તેને ચાલૂ...
ચાર્ટર્ડ દ્રારા 600 કર્મચારીઓની છંટણી
રિલાયંસને ગેસ વેચવાની મંજૂરી
મનોરંજન
સમીક્ષા - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો...
આગળ વાંચો|ઘણું બધુ...