|
| દેવ ડી : ઈમોશનલ અત્યાચાર |
નિર્માતા : રોની સ્ક્રૂવાલા નિર્દેશક : અનુરાગ કશ્યપ સંગીત : અમિત ત્રિવેદી કલાકાર : અભય દેઓલ, કલ્કિ કોએચ્લિન, માહી ગિલ, પરબ મદાન
ફક્ત પુખ્તવયના માટે
જૂની કથાઓ કે ફિલ્મોને પોતાના અંદાજમાં રજૂ કરવી એ આજકાલની ફેશન છે. 'ટશન', 'રામગોપાલ વર્મા કી આગ', 'ચાંદની ચોક ટૂ ચાઈના' પછી હવે 'દેવ ડી'.
'શોલે' ને રામૂએ પોતાની રીતે રજૂ કરી તો બીજી બાજુ શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયના સુપ્રસિદ્ધ ઉપન્યાસ 'દેવદાસ'ને અનુરાગ કશ્યપે પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. સમય અને ચરિત્રોના વિચારમાં તેમણે ફેરફાર કર્યો છે.
'દેવદાસ' હવે 'દેવ ડી' થઈ ગયો છે. આજની પેઢી સેક્સ વિષે ખુલ્લેઆમ વાતો કરે છે. દેવ ડી લંડનથી પારોને ફોન પર તેના નગ્ન ફોટો મોકલવાનું કહે છે અને પારો તેની એ ઈચ્છા પૂર્ણ કરે છે. એક તરફ જ્યા દેવને ઘણો મોર્ડન યુવાન બતાવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ જ્યારે તે ગ્રામજનોના મુખે પારો વિષે ખોટી વાતો સાંભળે છે તો તેના વિચારો સંકુચિત થઈ જાય છે.
વર્તમાન પેઢી જૂની અને નવી વિચારધારા વચ્ચે કેવી રીતે ફંસાઈ ગઈ છે તેનુ ચિત્રણ તેમણે દેવ ડીના પાત્ર દ્વારા કર્યુ છે. દેવ જ્યારે પોતાના ઘરે પાછો ફરે છે તો પારો તેની સાથે સેક્સ કરવા માટે ઘરેથી ગાદી લઈને ખેતરમાં જાય છે. ભારતીય સિનેમાના રૂપેરી પડદે મહિલા આગળ આવીને સેક્સની પહેલ કરે એવા દૃશ્યો ઘણા ઓછા ફિલ્માવામાં આવ્યાં છે અને આ દૃષ્ટિએ અનુરાગની ફિલ્મ ઘણી પરંપરાઓને તોડતી નજરે પડે છે.
લેનીનુ પાત્ર ચંદ્રમુખીથી પ્રેરિત છે. સત્તર વર્ષની લેની ઉમંરના એ પડાવ પર છે જ્યારે શારીરિક ફેરફાર તેને છોકરાઓ તરફ આકર્ષે છે અને એ એક એમએસએસ સ્કેંડલમાં ફસાય જાય છે. જ્યારે ઘરના લોકોનો સાથ નથી મળતો તો તેને ચુન્ની આશરો આપે છે. તે તેને ભણાવે ગણાવે છે અને ચંદ્રાનુ નામ આપે છે. ચંદા પોતાની જાતને વેશ્યા નહી પરંતુ કોમર્શિયલ સેક્સ વર્કર માને છે.
દેવ અને પારોની લવ સ્ટોરીમાં સ્વાભિમાન આડે આવે છે અને પારો ક્યાક બીજે લગ્ન કરી લે છે. પારોને ભૂલવા માટે તે દિવસ રાત દારૂ પીએ છે અને પડતીને રસ્તે ચાલી પડે છે.
શરદચન્દ્રના ઉપન્યાસ પર અગાઉ બની ચૂકેલી તમામ ફિલ્મોમાં નિર્દેશકોએ એવા પ્રયત્નો કર્યો કે, ફિલ્મની કથા ઉપન્યાસની આસપાસ ફરતી રહે પરંતુ અનુરાગ કશ્યપે ચરિત્ર અને તેની ભાવનાઓને બદલી નાખી છે. તેમને સામાન્ય માણસો બનાવી દીધા છે. અનુરાગે કેટલાક દ્રશ્યો સારા રાખ્યા છે પરંતુ પૂરી ફિલ્મનો ગ્રાફ ઉપર નીચે થતો રહે છે. પારો અને દેવની જ્યા સુધી લવ સ્ટોરી ચાલે છે ત્યાં સુધી ફિલ્મ આગળ સારી હશે એવી આશા બંધાય છે પરંતુ ફિલ્મ તેની કસોટી પર ખરી ઉતરતી નથી. ખાસ કરીને ચંદા અને દેવના દ્રશ્યોમાં ઘણા દ્દ્રશ્યો વારંવાર આવે છે.
અભયનો અભિનય શ્રેષ્ઠ છે. એ પૂરી ફિલ્મમાં દારૂ અને સિગારેટ પીતા રહે છે, પરંતુ દર્શકો તેની દુર્ગધ અનુભવે છે. પારોના રૂપમાં માહી ગિલ બધા પર ભારે પડી છે. બોલ્ડ પાત્રને તેણે એકદમ આત્મવિશ્વાસ સાથે ભજવ્યુ છે. કલ્કિ કોએચ્લિન ફિલ્મનુ નબળુ પાત્ર સાબિત થઈ છે.
એક ડઝન ઉપરાંત ગીતોથી વાર્તા આગળ વધારી છે અને સંગીતકાર અમિત ત્રિવેદીએ શ્રેષ્ઠ કામ કર્યુ છે. 'ઈમોશનલ અત્યાચાર', 'સાલી ખુશી' અને 'નયન તરસે' જેવા ઘણા ગીતો સારા લાગે છે. પંજાબના અંદરના વિસ્તાર અને દિલ્લીનો પહાડગંજ વિસ્તાર ફિલ્મમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે.
સરવાળે દેવના પ્રસ્તુતિકરણમાં નવીનીકરણ છે, પરંતુ કંટાળાજનક દ્રશ્યો પણ છે. ફિલ્મનો મિજાજ બોલ્ડ મૂકવામાં આવ્યો છે તેથી પરંપરાગત ફિલ્મો પસંદ કરનારાઓને કદાચ જ આ ફિલ્મ ગમે. જે કશુંક નવુ જોવા માંગે છે તે આ ફિલ્મ જોવી જરૂર પસંદ કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|