યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
લક બાય ચાંસ : હાલ-એ-બૉલીવુડ
નિર્માતા : રિતેશ સિધવાની, ફરહાન અખ્તર
નિર્દેશક : જોયા અખ્તર
સંગીત : શંકર-અહસાન-લૉય
કલાકાર : ફરહાન અખ્તર, કોંકણા સેન શર્મા, ઈશા શ્રાવણી, ડિમ્પલ કાપડિ઼યા, ઋષિ કપૂર, જૂહી ચાવલા, સંજય કપૂર, રિતિક રોશન (વિશેષ ભૂમિકામાં)

ફિલ્મો મારફત પોલ ખોલવાનું કામ મધુર ભંડાડકર કરે છે. એવું જ કંઈક જાવેદ અખ્તરની પુત્રી જોયા અખ્તરે પોતાની ફિલ્મ ‘લક બાય ચાંસ’ મારફત કર્યું છે. તેના નિશાન પર હિન્દી
luck by chance
PR
ફિલ્મ ઈંડસ્ટ્રી છે. બહારથી ચડકાટ ધરાવતી આ દુનિયાની અંદર પણ એવી જ ઈર્ષા, પરિવારવાદ, રાજનીતિ અને ગળાકાટ સ્પર્ધા છે જેવી કે, અન્ય ક્ષેત્રોમાં હોય છે.


ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...

સોના (કોંકણા સેન શર્મા) નું સપનું ટોપ એક્ટ્રેસ બનવાનું છે પરંતુ તકોના અભાવથી તેને નાની-નાની ભૂમિકાઓથી જ ગુજારો કરવો પડે છે. વિક્રમ (ફરહાન અખ્તર) પણ ફિલ્મોમાં ભાગ્ય અજમાવી રહ્યો છે. ક્યારે શું કરવાનું છે તે સારી રીતે જાણે છે. સંઘર્ષના રસ્તા પર વિક્રમ અને સોનાની મુલાકાત થાય છે અને બન્ને એક-બીજાને પ્રેમ કરવા લાગે છે.

રૉલી (ઋષિ કપૂર) સફળ નિર્માતા હૈ અને મોટા સ્ટાર સાથે ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. નિક્કી (ઈશા શ્રાવણી) ને લઈને તે એક ફિલ્મ બનાવી રહ્યાં છે જેમાં સુપર સ્ટાર જફર ખાન (રિતિક રોશન) નાયક છે. નિક્કીની માતા નીના (ડિમ્પલ કાપડિયા) 70 ના દશકાની સુપરસ્ટાર રહી ચૂકી છે.


કિસ્મત પોતાની ભૂમિકા ભજવે છે અને સ્થિતિ કંઈક એવી બને છે કે, વિક્રમનું ભાગ્ય ચમકી ઉઠે છે. ફિલ્મમાં જફર ખાનના બદલે વિક્રમને લઈ લેવામાં આવે છે અને આગળ વધવા માટે વિક્રમ સોના સાથે પણ વિશ્વાસઘાત કરી બેસે છે.

નિર્દેશન :

પ્રથમ ફિલ્મમાં જ જોયાનું નિર્દેશન એટલું સ્પટીક છે કે, તે અનુભવી ફિલ્મમેકર્સને પણ પાછળ છોડી દે છે. દરેક ચરિત્ર માટે તેણે બોલીવુડમાં ફેલાયેલી બુરાઈઓને પડદા પર રજૂ કરી છે. કેટલાક દૃશ્યોમાં તેણે પોતાની છાપ છોડી છે. ફિલ્મની લંબાઈ પર તે નિયંત્રણ રાખી શકી નથી નહીં તો ફિલ્મ વધુ પ્રભાવ છોડવામાં સફળ રહી હોત.

અભિનય :

ફિલ્મના તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. વિશેષ ભૂમિકામાં રિતિક રોશન પ્રભાવિત કરે છે. કરણ જોહરના સાથ વાળા દૃશ્યોમાં માત્ર ચહેરા મારફત તેમણે એ કામ કર્યું છે જે સંવાદ પણ ન કરી શક્યાં હોત. ઋષિ કપૂરે ઘણા સમય બાદ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. રોલી નામના પાત્રમાં તેમણે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવ પણ શ્રેષ્ઠ રીતે પકડ્યાં છે. કોકણા સેન હમેશાની જેમ શ્રેષ્ઠ છે અને ફરહાને તેનો સાથ સારી રીતે નિભાવ્યો છે.

ડિમ્પલ કપાડિયા, ઈશા શ્રાવણી, જૂહી ચાવલા, સંજય કપૂરે પણ પોત પોતાના પાત્રોને સારી રીતે ભજવ્યાં છે. બોલીવુડના કેટલાયે કલાકારો આ ફિલ્મમાં જોવા મળે છે જેમાં શાહરૂખ ખાન પોતાની અસર છોડવામાં સફળ રહ્યાં છે.

અન્ય પક્ષ :

ફિલ્મનું સંગીત શંકર-અહસાન-લૉયના નામને અનુરૂપ નથી. હિટ સંગીત ન હોવાના કારણે ગીત ફિલ્મ જોતી વેળાએ સમય વ્યવધાન ઉત્પન્ન કરે છે. જાવેદ અખ્તરે ‘શિફૉન કી સાડ઼ી મેં ક્રોકોડાઇલ’ જેવા શ્રેષ્ઠ સંવાદ લખ્યાં છે. સંપાદન થોડુ ચુસ્ત હોત તો કંટાળાજનક કેટલીક ક્ષણોને દૂર કરી શકાઈ હોત.

સરવાળે ‘લક બાય ચાંસ’ એ લોકોને વધુ પસંદ પડશે જે બોલીવુડને નજીકથી જાણે છે અથવા તેનો એક ભાગ છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
ધિ સ્લમડૉગ મિલ્યનેઅર
ચાંદની ચૌક ટૂ ચાઇના : ફ્લોપ
બૅડ લક ગોવિંદ : દર્શકોના બૅડલક
‘ગજની’
રબ ને... મનોરંજનનું શ્રેષ્ઠ પેકેજ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટા મોટર્સમાં 15,000 ની છંટણી
વૈશ્વિક મંદીના મારથી ગત બે માસમાં ચાર બંદી સહન કરી ચૂકેલી દેશ...
સત્યમનું નવું સંચાલક મંડળ
અંસલનું 400 કરોડનું રોકાણ
મનોરંજન
નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો...
આગળ વાંચો|ઘણું બધુ...