યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
બેનર : વિશેષ ફિલ્મ્સ, સોની બીએમજી
નિર્માતા : મુકેશ ભટ્ટ
નિર્દેશક : મોહિત સૂરી
સંગીત : તોષી, શરીબ સાબરી, રાજૂ સિંહ, ગૌરવ દાસગુપ્તા
કલાકાર : ઇમરાન હાશમી, અધ્યયન સુમન, કંગના

‘રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ’ ની પાછલી ફિલ્મ 'રાજ’ સાથે કંઈ લેણા-દેણી નથી. હકીકતમાં 'રાજ' એક બ્રાંડ નેમ બની ગયું છે અને બની શકે કે, વિશેષ ફિલ્મ્સ આ નામથી એક અન્ય ફિલ્મ પણ બનાવે. આ વાત નિર્માતા મુકેશ ભટ્ટે સ્પષ્ટ કરી
Raaz - The Mystery Continues
PR
દી
ધી છે અને દર્શકોને કોઈ પ્રકારના અંધારામાં રાખ્યાં નથી.

રહસ્ય, રોમાંચ અને હૉરર ફિલ્મ બનાવવી ભટ્ટ બ્રધર્સની ખાસિયત છે અને કેટલીયે વખત તેમણે દર્શકોને ડરાવીને નાણા કમાવ્યાં છે, પરંતુ 'રાજ 2' એક નબળી ફિલ્મ છે કારણ કે, જ્યારે રહસ્ય ખુલે છે તો દર્શક પોતે છેતરાયા હોવાનો અનુભવ કરે છે .

ફિલ્મના કથાસાર તરફ દૃષ્ટિપાત કરીએ તો..

પૃથ્વી (ઇમરાન હાશમી) એક ચિત્રકાર છે જે ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓને કેનવાસ પર ચિત્રના રૂપમાં બનાવી નાખે છે. નંદિની (કંગના) અને યશ (અધ્યયન સુમન) એક-બીજાને પ્રેમ કરે છે અને ટૂક સમયમાં જ લગ્ન કરવાના છે. નંદિનીથી પૃથ્વી ક્યારેય મળ્યો નથી પરંતુ તે તેના ચિત્રો બનાવે છે.

એક દિવસે તેને નંદિની મળી જાય છે તે નંદિનીને પોતે બનાવેલા ચિત્રો દેખાડે છે. આ ચિત્રો જોઈને લાગે છે કે, નંદિની પર કોઈ મોટી આફત આવનારી છે. પહેલા તો નંદિની એ વાતને માનતી નથી પરંતુ જ્યારે તેની સાથે કેટલીક ઘટનાઓ ઘટતી જાય છે તો તેને પૃથ્વીની વાત પર વિશ્વાસ આવી જાય છે.

એક દિવસે પૃથ્વી નંદિનીની એવી પેંટિગ બનાવે છે જે તેના મૃત્યુ થવાનો આભાસ દેખાડે છે. નંદિની આ રહસ્ય જાણવા ઈચ્છે છે. યશને આ પ્રકારની વાતોમાં વિશ્વાસ નથી. તે નંદિનીની મદદ કરતો નથી પરંતુ પૃથ્વી નંદિનીનો સાથ આપે છે. ત્યાર બાદ શું થાય છે તે 'રહસ્ય' છે.

ફિલ્મની શરૂઆતને જોઈને લાગે છે કે, કંઈક હટીને જોવા મળશે પરંતુ ધીરે-ધીરે આ સામાન્ય હોરર ફિલ્મો જેવી બનતી જાય છે. કેટલાક દૃશ્યો એવા છે જેને જોઈને દર્શન ચોંકી અથવા ડરી ઉઠે છે.
Raaz - The Mystery Continues
PR

મોહિત સૂરીએ કથા લખવાની સાથોસાથ નિર્દેશન પણ કર્યું છે પરંતુ તે નબળા સાબિત થયાં છે. તે વિશ્વાસ અને અંધવિશ્વાસની વાત કરે છે પરંતુ અંતમાં અંધવિશ્વાસ ભારે પડી જાય છે. ફિલ્મમાં કેટલાયે અણઉકેલ્યા પ્રશ્નો છે

ઈમરાન હાશમીએ પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. કંગનાએ પણ શ્રેષ્ઠ અભિનયનો પરિચય આપ્યો છે. અધ્યયન સુમનનો અભિનય કેટલાક દૃશ્યોમાં સારો રહ્યો તો કેટલાક દૃશ્યોમાં ખરાબ. ઉત્સાહમાં આવીને તે ઓવર એક્ટિંગ કરવા લાગે છે. તેમણે પોતાની હેઅર સ્ટાઈલ ચેંજ કરવાની જરૂરિયાત છે. જેકી શ્રૌફ પણ નાના રોલમાં જોવા મળ્યાં.

ઇમરાનની ફિલ્મોનું સંગીત હમેશા હિટ રહે છે અને રાજ પણ તેમાં અપવાદ નથી. 'સોનિયા' અને 'માહી' પહેલેથી જ લોકપ્રિય થઈ ચૂક્યાં છે. રવિ વાલિયાની સિનેમાટોગ્રાફી શ્રેષ્ઠ છે અને કેમેરા મારફત તેમણે દર્શકોને ખુબ જ ડરાવ્યાં છે. ફિલ્મને એડિંટ કરવાની જરૂરિયાત છે.

સરવાળે રાજ કટકે-કટકે ડરાવે છે. સારી લાગે છે પરંતુ પૂરી ફિલ્મના રૂપમાં નિરાશ કરે છે.

આપને આ ફિલ્મ કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ધિ સ્લમડૉગ મિલ્યનેઅર
ચાંદની ચૌક ટૂ ચાઇના : ફ્લોપ
બૅડ લક ગોવિંદ : દર્શકોના બૅડલક
‘ગજની’
રબ ને... મનોરંજનનું શ્રેષ્ઠ પેકેજ
ઓએ લકી, લકી ઓએ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટા મોટર્સમાં 15,000 ની છંટણી
વૈશ્વિક મંદીના મારથી ગત બે માસમાં ચાર બંદી સહન કરી ચૂકેલી દેશ...
સત્યમનું નવું સંચાલક મંડળ
અંસલનું 400 કરોડનું રોકાણ
મનોરંજન
નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો...
આગળ વાંચો|ઘણું બધુ...