|
| ધિ સ્લમડૉગ મિલ્યનેઅર | |
સફળતા મેળવવા માટે મનુષ્યને કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે એ વાત હોલીવુડ નિર્દેશક ડૈની બોયલેએ પોતાની ફિલ્મ 'ધિ સ્લમ ડોગ મિલ્યનેઅર' માં ઉત્કૃષ્ઠ રીતે દેખાડી છે.
આ ફિલ્મમાં મુંબઈના ઝુપડપટ્ટીમાં રહેનારા એક યુવકને પ્રેમ અને પૈસા માટે સંઘર્ષ કરતો દેખાડવામાં આવ્યો છે. એક મસાલા ફિલ્મ હોવા છતાં પણ આ ફિલ્મને વિદેશોમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ધૂમ મચાવીને રાખી છે. ફિલ્મના કથાસાર તરફ દૃષ્ટિપાત કરીએ તો..
જમાલ મલિક (દેવ પટેલ) નામનો એક યુવક અચાનક જ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની જાય છે કારણ કે, કોલ સેન્ટરમાં ચા વેચવાનું કામ કરનારો આ યુવક અચાનક જ પ્રસિદ્ધ શો ' વુ બિકેમ મિલ્યનેઅર' માં વિજેતા બનીને કરોડો રૂપિયાનો માલિક બની જાય છે.
શો ના હોસ્ટ પ્રેમ કુમાર (અનિલ કપૂર) અને પોલીસનું માનવું છે કે, તેણે છેતરપીંડી કરેને સ્પર્ધા જીતી છે. પોલીસ ઈંસ્પેક્ટર (ઈરફાન ખાન) જાણવા ઈચ્છે છે કે, આખરે તે કેવી રીતે ધનવાન બન્યો.
ફિલ્મની કથા ફ્લેશબેકમાં ચાલતી રહે છે. જમાલનું નાનપણ મુંબઈના ઝુપડપટ્ટી વિત્યું હતું. અમિતાભ બચ્ચનનો પ્રશંસક જમાલ એક વાર તો અમિતાભનો ઓટોગ્રાફ લેવા માટે ગંદી ગટરમાં પણ ડૂબકી લગાવી દે છે.
મુંબઈ રમખાણોમાં પોતાની માતાને ગુમાવ્યાં બાદ જમાલ પોતાના ભાઈ અને લતિકા નામની એક કિશોરી જેણે પણ રમખાણોમાં પોતાનો પરિવાર ગુમાવ્યો છે, ખોટા વ્યક્તિઓના હાથમાં આવી જાય છે જે મુંબઈમાં બાળકો પાસે ભીખ મંગાવડાવે છે. કોઈ પણ પ્રકારે જમાલ અને સલીમ આ લોકોની ચુંગાલમાંથી નાસી છુટે છે પરંતુ લતિકા તેમની સાથે ભાગવામાં નિષ્ફળ રહે છે.
બન્ને ભાઈ મુંબઈથી આગ્રા જઈ પહોંચે છે પરંતુ ત્યાં પણ નસીબનો સાથ ન મળતા પુન: મુંબઈની વાટ પકડે છે. જમાલ લતિકાને હજુ સુધી ભૂલી શક્યો નથી. તે દરરોજ તેને શોધવા નીકળી પડે છે અંતે એક અંધ ભિખારીની મદદથી તે લતિકા સુધી પહોંચી જાય છે જે હવે દુર્ભાગ્યવશ મુંબઈના રેડલાઈટ એરિયામાં પહોંચી ગઈ છે. બન્ને ભાઈ તેને ત્યાંથી છોડાવે છે પરંતુ આ દરમિયાન સલીમના હાથે એક હત્યા થઈ જાય છે અને જમાલ ફરી એક વાર પોતાના પ્રેમ અને ભાઈને ગુમાવી બેસે છે.
હવે જમાલ યુવાન થઈ ચૂક્યો છે તે એક મોટા કોલ સેન્ટરમાં ચા વેંચે છે. ક્યારેક-ક્યારેક તો તે ખુદ કોલ સેન્ટરના કર્મચારીઓનું કામ સંભાળી લે છે. અમુક વર્ષો બાદ તે સલીમને ફરી મળે છે જે હવે જાવેદ ભાઈ (મહેશ માંજરેકર) માટે કામ કરે છે. જાવેદ ભાઈ પાસે તેનો પ્રેમ લતિકા (ફરિદા પિન્ટો) છે. દરમિયાન જમાલને 'વુ બિકેમ મિલ્યનેઅર' માંથી આમંત્રણ મળે છે અને અંતે તે નાણાની સાથોસાથ પોતાનો પ્રેમ મેળવામાં પણ સફળ થાય છે.
ડૈની બોયલે હૉલીવુડના શ્રેષ્ઠ નિર્દેશકોમાંથી એક છે. 'ટ્રાંસપોર્ટિંગ' અને 'ધ બીચ' જેવી ફિલ્મોથી પોતાની પ્રતિભા હોલીવુડને દેખાડી ચૂક્યાં છે. ભારતીય લેખક વિકાસ સ્વરૂપની પુસ્તક 'ક્યૂ એંડ એ' થી પ્રેરિત આ ફિલ્મમાં ડૈનીએ મુંબઈની ઝુપડપટ્ટી અને ત્યાંના લોકોની જીવનશૈલીનું સારી રીતે ચિત્રણ કર્યું છે.
અભિનય માટે નાના જમાલ અને સલીમના પાત્ર પ્રશંસાને પાત્ર છે. દેવ પટેલ નામના ભારતીય મૂળના કલાકાર પણ યુવા જમાલની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી છે. બોલીવુડના જાણીતા કલાકાર અનિલ કપૂર હોસ્ટ સીટ પર જામ્યાં છે. જો કે, તેમના પર કેટલીયે વખત અમિતાભ બચ્ચન હાવી રહ્યાં છે. ફરીદા પિન્ટો વગર મેકઅપમાં પણ સુંદર નજરે ચડે છે અન્ય કલાકારો ઈરફાન ખાન, મહેશ માંજરેકર અને સૌરભ શુક્લાએ પણ પોત-પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે.
ફિલ્મના કેટલાક એક્શન દૃશ્યો શ્રેષ્ઠ બન્યાં છે. ફિલ્મમાં એ આર રહેમાનના સંગીતે પ્રાણ ફૂંક્યા છે. સરવાળે હોલીવુડના ડેની બોયલેએ દર્શકોને મનોરંજનની શ્રેષ્ઠ ભેટ આપી છે. ભારતમાં આ ફિલ્મ 'સ્લમ ડોગ કરોડપતિ' ના નામથી 23 જાન્યુઆરીના રોજ હિન્દીમાં રજૂ થવા જઈ રહી છે.
(આપને આ ફિલ્મ કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net )
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|
|