|
| ચાંદની ચૌક ટૂ ચાઇના : ફ્લોપ |
નિર્માતા : રોહન સિપ્પી, નિર્દેશક : નિખિલ આડવાણી, સંગીત : શંકર-અહસાન-લૉય, કલાકાર : અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર શૌરી, મિથુન ચક્રવર્તી
વૉર્નર બ્રદર્સ અને રમેશ સિપ્પી જેવા મોટા નિર્માતા, અક્ષય કુમાર અને દીપિકા જેવા કલાકાર અને ભરપૂર બજેટ જેવી સુવિધાઓ કોઈ નિર્દેશકને મળી જાય તો તો તેને ઓછામાં ઓછો ઈમાનદારીથી પ્રયત્ન કરવો જોઈએ પરંતુ 'ચાંદની ચોક ટૂ ચાઈના' જોયા બદ એ વિચાર આવે છે કે, નિખિલ અડવાણીએ આ તકને ગુમાવી દીધી છે.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો.. સિદ્ધૂ (અક્ષય કુમાર) દિલ્લીના ચાંદની ચોકમાં એક દુકાન પર શાકભાજી કાપવાનું કામ કરે છે. સિદ્ધૂ ખુબ જ નાણા કમાવવા ઈચ્છે છે પરંતુ મહેનતના બદલે તે ભાગ્ય ચમકાવાનો ઉપાય શોધતો રહે છે. એક દિવસે બે ચીની દિલ્લી આવે છે તેમનું માનવું છે કે, ચીનનો મહાન યોદ્ધા એક વાર ફરી જન્મ લે છે અને તેમને તેની શોધ છે. દુભાષિયો ચોપસ્ટિક (રણવીર શૌરી) સિદ્ધૂને જ તે અવતાર જણાવે છે. સિદ્ધૂને કંઈ પણ જાણ રહેતી નથી અને તે તેમની સાથે ચીન જઈ પહોંચે છે. તેઓ તેને એક ગામમાં લઈ જાય છે જ્યાં હોજો (ગૉડન લિયૂ) નામનો ખૂંખાર વ્યક્તિનો કબ્જો છે.
સિદ્ધૂને જાણ થાય છે કે, તેને હોજો અને તેના માણસોથી લડીને ગામને છોડવાનું છે. બિચારો સિદ્ધૂ લડવાનું જાણતો ન હતો. હોજોના માણસો તેની ખૂબ ધોલાઈ કરે છે અને તેના દાદૂ (મિથુન ચક્રવતી) ને પણ મારી નાખે છે. સિદ્ધૂ બદલો લેવા ઈચ્છે છે તે કુંગફૂ શીખે છે અને અંતમાં હોજોને ઠાર કરે છે. આ કથાની સાથો સાથ સખી અને મ્યાઉ (દીપિકા પાદુકોણ) ની કથા પણ ચાલતી રહે છે. આ બન્ને બહેનો હોજોના કારણે અલગ થઈ જાય છે અને તેના પિતા પણ યાદશક્તિ ગુમાવી બેસે છે. હોજોથી બદલો લેવા માટે તે સિદ્ધૂની મદદ કરે છે.
નિર્દેશન :
નિખિલ આડવાણી મસાલા ફિલ્મના નામ પર દર્શકોને મુર્ખ બનાવાની ભૂલ કરી બેઠા છે. આ કથાનું પ્રસ્તુતિકરણ ગંભીરતાના બદલે તેણે હાસ્ય મારફત કર્યું છે. કોમેડીના નામ પર એવા દૃશ્યો પણ રચ્યાં છે જેને જોઈને બિલકુલ હસવું આવતું નથી. નિખિલ અડવાણીએ કથાના બદલે પૂરુ ધ્યાન એના પર લગાવ્યું કે, દરેક દૃશ્યમાં કોમેડી કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. દર્શકોને કેવી રીતે હસાવી શકાય. આ કારણોસર પૂરી ફિલ્મ વિખેરાઈ ગઈ.
અભિનય :
દર્શક અમુક વખત હસે છે તે પણ અક્ષયના કારણે પરંતુ અક્ષય હવે દરેક ફિલ્મમાં એક જેવા જ નજરે ચડે છે. આજનો દર્શક દરેક ફિલ્મમાં વેરાયટીની માગણી કરે છે અને આ વાત અક્ષયે ધ્યાનમાં રાખવી જોઈએ. દીપિકા પાદુકોણે પોતાના ભાગમાં આવેલા દૃશ્યોમાં સારો અભિનય કર્યો છે. ડાંસ, એક્શન અને ભાવુક દૃશ્ય તમામ તેને મળ્યાં. મિથુન ચક્રવતીએ પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે જ્યારે રણવીર શૌરી ઠીક રહ્યાં. ગોર્ડન લિયૂએ પણ શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા ભજવી.
અન્ય પક્ષ :
શ્રીરામ રાઘવને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં ઘણી બધી ભૂલો કરી છે. ફિલ્મના નામ પર તેમણે થોડી વધુ જ છુટ લઈ લીધી અને જેનાથી કેટલીયે વાતો મનોરંજન માટે ફિલ્મ દેખાડનારા દર્શકોને પણ હજમ ન થઈ. ફિલ્મના મોટા ભાગના સંવાદ ચીની ભાષામાં છે અને તેને અંગ્રેજી સબ ટાઈટલ સાથે દેખાડ્યું છે. બિચારા માત્ર હિન્દી જાનનારા દર્શક ઠગાયેલા અનુભવશે. ફિલ્મનું સંગીત પક્ષ ઠીક છે. ટેક્નિકલ પક્ષ મજબૂત છે.
‘ચાદની ચોક ટૂ ચાઇના’ ને મગજ ઘરે રાખીને પણ જોવામાં આવે તો પણ તે પસંદ પડતી નથી. ઉપરથી ફિલ્મનો અંત પણ એવો કર્યો છે કે, સીક્વલ પણ બનાવી શકાય. અમારી સલાહ છે કે, આ સફરને અહીં જ રોકી દેવામાં આવે તો શ્રેષ્ઠ રહેશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|
|