|
| બૅડ લક ગોવિંદ : દર્શકોના બૅડલક |
નિર્માતા : હિમાંશુ એચ.શાહ, ચિરાગ શાહ, વરુણ ખન્ના, તરુણ અરોરા કથા, સંવાદ, પટકથા અને નિર્દેશન : વરુણ ખન્ના સંગીત : અબૂ મલિક કલાકાર : વી જે ગૌરવ કપૂર, હ્રષિતા ભટ્ટ, વ્રજેશ હિરજી, જાકિર હુસૈન, પરમીત સેઠી, લલિત મોહન તિવારી, ગોવિંદ નામદેવ, અર્ચના પૂરનસિંહ
'બૅડ લક ગોવિંદ' માં દેખાડવામાં આવ્યું છે કે, નાયક ગોવિંદના નસીબ ખરાબ છે. જો તે ભેસ પાસે ઉભો રહે તો તે દૂધ દેવાનું બંધ કરી દે છે પરંતુ ફિલ્મ એટલી ખરાબ છે કે, ગોવિંદથી વધારે ખરાબ નસીબ સિનેમાઘરમાં ઉપસ્થિત ગણ્યાં-ગાઠ્યાં દર્શકોને ખુદના લાગે છે કેમ તેઓ આ ફિલ્મ જોવા માટે આવ્યાં.
હીરો ગોવિંદનો પડછાયોં જેના પર પડે છે તેની સાથે કંઈક ને કંઈક ખરાબ થાય છે. તે હારીને દિલ્લીથી મુંબઈ જઈ પહોંચે છે. મુંબઈમાં તેની એક વ્યક્તિથી સાથે ઓળખાણ થાય છે જે તેને પોતાના ઘરે લઈ જાય છે. અહીં તેની સાથે કેટલાક ગુનેગારો પણ રહે છે જેમની અમુક લોકો સાથે દુશ્મની છે. જ્યારે તેમને ગોવિંદના ખરાબ નસીબ વિષે જાણવા મળે છે તો તે ફાયદો ઉપાડવાનું વિચારે છે. તેઓ તેને અવારનવાર દુશ્મનોના ઘરે મોકલતા રહે છે જેથી તેનું નુકસાન થાય. આ બધા વચ્ચે ગોવિંદને પ્રેમ થઈ જાય છે અને તેનું બૅડલક ગુડલકમાં બદલી જાય છે.
ફિલ્મની કથા એટલી નબળી છે કે, એ લોકોની બુદ્ધિ પર તરસ આવે છે જે આ કથા પર ફિલ્મ બનાવવા માટે તૈયાર થઈ ગયાં. કથામાં ન તો લોજિક છે અને ન તો મનોરંજન. સ્ક્રીનપ્લે પણ ખુબ જ કંટાળાજનક છે. દૃશ્ય એટલા લાંબા છે કે, સંવાદ લખવા મુશ્કેલ બની ગયાં. ફિલ્મના એડિટરે દૃશ્યોને જોડી-તોડીને ખાલી સ્થાનોને ભર્યા છે.
ફિલ્મના અધિકાંશ દૃશ્યોમાં ખુબ જ અંધારું છે. મલ્ટીપ્લેક્સમાં પણ મુશ્કેલીથી ફિલ્મ જોવા મળે છે. નબળા થિયેટરોમાં તો માત્ર અવાજ જ સાંભળવા મળશે. આમ પણ આ ફિલ્મને નાના શહેરની ટોકીજ વાળા ભાગ્યે જ લગાવશે કારણ કે, મોટા શહેરોઆં આ ફિલ્મના પ્રથમ શો થી જ હાલત ખરાબ થઈ ગઈ છે.
ગોવિંદના રૂપમાં વી જે ગૌરવ કપૂરનો અભિનય ઠીકઠાક રહ્યો. હ્રષિતા ભટ્ટ નિરાશ કરે છે. ગોવિંદ નામદેવ, જાકિર હુસૈન, પરમીત સેઠી અને વ્રજેશ હિરજીએ પોતાના પાત્રોને અસરદાયક બનાવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. એક-બે ગીતો પણ છે જેની ધુનો અબૂ મલિકે બનાવી છે.
સરવાળે 'બૅડ લક ગોવિંદ' નાણા અને સમયની બર્બાદી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|