|
| ‘ગજની’ |
નિર્માતા : અલ્લૂ અરવિંદ, મધુ વર્મા કથા-પટકથા-નિર્દેશક : એ.આર. મુરુગદાસ સંગીતકાર : એ.આર. રહેમાન કલાકાર : આમિર ખાન, અસીન, જિયા ખાન, પ્રદીપ સિંહ રાવત
આમિર ખાનના દિલમાં ઘણા દિવસોથી એ સાબિત કરવાની ઈચ્છા હતી કે, તે પણ એક્શન ફિલ્મો કરી શકે છે. જો કે, તેમણે કેટલીક એક્શન ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે એક એવી ફિલ્મ કરવા ઈચ્છતાં હતાં જેની એક્શન ચર્ચાનો વિષય બને. 'ગજની' મારફત તેમણે પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરી.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
સંજય સિંઘાનિયા (આમિર ખાન) એક સેલ્યૂલર કંપનીનો માલિક છે. એક દિવસે તેને એક પત્રિકા મારફત માલૂમ પડે છે કે, કલ્પના (અસીન) નામની યુવતી તેને પ્રેમ કરે છે. પત્રિકાને આપેલી એક મુલાકાતમાં કલ્પનાએ કહ્યું હતું કે, તેને સંજય ચાહે છે. સંજય આ વાચીને ગુસ્સે થાય છે અને કલ્પનાને બોધપાઠ ભણાવવા તેના ઘરે જાય છે પરંતુ તે ખુદ કલ્પનાની પ્રેમજાળમાં ફસાઈ જાય છે.
કલ્પના બધાની મદદ કરતી રહે છે. એક દિવસે તે અપહરણ કરીને લઈ જનારી કેટલીક યુવતીઓને બચાવે છે જેનાથી ગજની નામનો ગુંડો તેનો દુશ્મન બની જાય છે. કલ્પનાની ગજની હત્યા કરી નાખે છે અને તેને બચાવવાના ચક્કરમાં સંજયની પણ ખુબ પિટાઈ થાય છે. સંજયના માથા પર લાગેલી ઈજાના કારણે તે ‘શૉર્ટ ટર્મ મેમોરી લૉસ’ નો ભોગ બને છે. છેલ્લી 15 મિનિટથી વધુ તેને કઈ પણ યાદ રહેતું નથી. કેવી રીતે તે ગજનીથી પોતાનો બદલો લે છે તે આ ફિલ્મમાં રોચક રીતે દેખાડવામાં આવ્યું છે.
નિર્દેશન :
બદલા પર આધારિત આ સાધારણ કથાને નિર્દેશક મુરુગદાસે રોચક રીતે રજૂ કરી છે. ફિલ્મમાં તેમણે ફ્લેશ બેકનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. કેટલાક ઉતાર-ચડાવ મારફત તેણે દર્શકોને બાંધીને રાખ્યાં છે. કથામાં આગળ શું થવાનું છે તે બધાને જાણમાં રહે છે પરંતુ તેમ છતાંપણ મનોરંજક અંદાજના કારણે ફિલ્મ દર્શકો પર પોતાની પકડ જાળવી રાખે છે.
હિંસાથી ભરેલી આ ફિલ્મમાં સંજય અને કલ્પનાની પ્રેમકથા રાહતનું કામ કરે છે. જેને નિર્દેશકે શ્રેષ્ઠ રીતે ફિલ્માવી. સંજયને યાદ રાખનારી તમામ વસ્તુઓ જ્યારે ગજની ભૂસી નાખે છે તો તેની નવે સરથી તૈયારીવાળો વળાંક શ્રેષ્ઠ થઈ શકતો હતો પરંતુ નિર્દેશકે જિયાની મદદ લઈને સંજયનું કામ સરળ કરી દીધું.
અભિનય :
આમિર ખાને ડાયલોગના બદલે પોતાના ચહેરાના ભાવોથી કેટલાક દૃશ્યોને જોવા લાયક બનાવ્યાં. ફિલ્મના અંતમાં ખૂંખાર સિંહની જેમ તે ખલનાયકોની પિટાઈ કરે છે જે એક્શન પ્રેમીઓને ખુબ જ ગમશે. અસીનના રૂપમાં બોલીવુડને નવી નાયિકા મળી ગઈ છે. રોમાન્ટિક અને તેની હત્યાવાળા દૃશ્યમાં તેણે સારો અભિનય કર્યો છે. જિયા ખાને પોતાના ચરિત્રને શ્રેષ્ઠ રીતે ભજવ્યું. ગજનીના રૂપમાં પ્રદીપ સિંહ રાવતે પોતાની ક્રૂરતા દેખાડી.
અન્ય પક્ષ :
એ.આર. રહમાન દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલા ત્રણ ગીતો શ્રેષ્ઠ બન્યાં છે. ગીતોનું ફિલ્માંકન ભવ્ય સ્તરે કરવામાં આવ્યું છે. એકશન દૃશ્ય ઉત્કૃષ્ટ છે જો કે, ક્યાંક ક્યાંક તે લાઉડ થઈ ગયાં છે. ટેક્નિકલ રીતે ફિલ્મ સશક્ત છે. સંપાદિત કરીને 20 મિનિટ નાની કરી શકાય તેમ છે.
‘ગજની’ માં કેટલીક મર્યાદાઓ પણ છે પરંતુ તેની તેજ ગતિ અને મનોરંજન આ મર્યાદાઓ પર ભારે પડે છે અને દર્શક તેને નજરઅંદાજ કરી દે છે. એક્શન પ્રેમીઓને આ ફિલ્મ જરૂર પસંદ પડશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|