|
| રબ ને... મનોરંજનનું શ્રેષ્ઠ પેકેજ |
નિર્માતા : યશ ચોપડા, આદિત્ય ચોપડા નિર્દેશન, કથા, પટકથા, સંવાદ : આદિત્ય ચોપડા ગીતકાર : જયદીપ સાહની સંગીતકાર : સલીમ મર્ચેન્ટ - સુલેમાન મર્ચેન્ટ કલાકાર : શાહરુખ ખાન, અનુષ્કા શર્મા (નવો ચહેરો), વિનય પાઠક, વિશેષ ભૂમિકામાં - કાજોલ, રાની મુખર્જી, પ્રીતિ જિંટા, લારા દત્તા અને બિપાશા બસુ
પ્રેમ કથાઓ પર રોમાંટિક ફિલ્મો બનાવામાં યશરાજ ફિલ્મને મહારથ પ્રાપ્ત છે. યશ ચોપડાએ અસંખ્ય શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મો બનાવી અને હવે આદિત્ય ચોપડાએ પણ યશરાજ ફિલ્મ્સને ડૂબતા જોઈને પોતાના સદાબહાર ફોર્મૂલા તરફ જ પરત ફરવાનું પસંદ કર્યું.
ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો...
રબ ને બનાદી જોડી ફિલ્મની કથા છે સુરિંદર સાહની (શાહરુખ ખાન) નામના વ્યક્તિની છે જે પંજાબ પાવરમાં કામ કરે છે. આંખો પર ચશ્મા લગાવનારો સુરિંદર જાણતો નથી કે, સ્ટાઈલ શું હોય છે. તે પોતાના પ્રોફેસરની પુત્રી તાની (અનુષ્કા શર્મા)ના લગ્નમાં ત્યાં જાય છે પરંતુ જાનૈયાઓ સાથે અકસ્માત સર્જાય છે જેમાં તમામ લોકો મૃત્યુ પામે છે. મૃતકોમાં તાનીનો વરરાજો પણ હોય છે જેને તે પ્રેમ કરતી હતી.
પોતાના પિતાના કહેવા પર તાની સુરિંદર સાથે લગ્ન કરી લે છે. સુરિંદર જેટલો કંટાળાજનક છે તાની એટલી જ મુક્ત મનની યુવતી છે. તે સુરિંદરની ઋણી છે પરંતુ તેને પ્રેમ કરતી નથી. તાની ડાંસ શીખવા જાય છે અને તાનીનું દિલ જીતવા માટે સુરિંદર પણ નવા લુક અને નવા નામ 'રાજ' સાથે ત્યાં પહોંચી જાય છે. રાજનું રૂપ એ એટલા માટે ઘારણ કરે છે કારણ કે, તે તાનીને ખુશ જોવા ઈચ્છે છે. બન્ને ડાંસ પાટર્નર બની જાય છે.
રાજના રૂપમાં સુરિંદર પોતાના લુકની સાથોસાથ પોતાના વ્યક્તિત્વને પણ બદલી નાખે છે. ખૂબ રોમાંટિક વાતો કરે છે અને તાની પણ ધીરે ધીરે તેને ચાહવા લાગે છે. સુરિંદર ઈચ્છે છે કે, તાની તેને એ જ રૂપમાં પસંદ કરે છે જેવો તે છે ન કે રાજના રૂપમાં તેને ચાહે. ઘટનાક્રમ કંઈક એવા ઘટે છે કે, તાની સુરિંદરને પસંદ કરવા લાગે છે.
નિર્દેશન :
આદિત્ય ચોપડાએ પોતાની કથાને કુશળ નિર્દેશકના રૂપમાં પડદા પર રજૂ કરી છે. પ્રસ્તુતીકરણ માટે તેમણે જૂની શૈલી અજમાવી છે. કદાચ એટલા માટે જ તેમને બે કલાક અને ચાલીસ મિનિટનો સમય લાગ્યો. ફિલ્મમાં કેટલાક દૃશ્યો તેમણે શ્રેષ્ઠ રીતે રચ્યાં છે.
અભિનય
ફિલ્મ માત્ર ત્રણ કલાકારો શાહરુખ, અનુષ્કા અને વિનય પાઠકની આસપાસ ફરતી રહે છે. શાહરૂખ ખાને ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી છે. એક રાજની અને બીજી સુરિંદરની. સુરિંદરની સાદગી અને દિલની પવિત્રતાને તેણે શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે જ્યારે રાજના રૂપમાં તેણે દર્શકોને હસાવ્યાં છે. ઉમરના નિશાન હવે તેના ચહેરા પર દેખાવા લાગ્યાં છે પરંતુ અભિનયમાં અવ્વલ છે.
અનુષ્કા શર્માએ પૂરા આત્મવિશ્વાસ સાથે અભિનય કર્યો છે. પ્રથમ ફિલ્મમાં શાહરૂખ જેવા કલાકાર સામે ઉભા રહેવામાં સ્વયંની પોલ ખુલી શકે છે પરંતુ અનુષ્કાએ શાહરૂખનો જોરદાર મુકાબલો કર્યો. શાહરૂખના મિત્રના રૂપમાં વિનય પાઠક પણ જામે છે. વે જ્યારે પણ પડદા પર આવ્યાં દર્શકોએ રાહસનો શ્વાસ અનુભવ્યો.
સંગીત
સલીમ-સુલેમાનનું સંગીત ફિલ્મ જોતી વખતે ખુબ જ ગમે છે. ‘હોલે-હોલે’ અગાઉથી જ લોકપ્રિય થઈ ચૂક્યું છે. ‘ડાંસ પે ચાંસ’ જેટલું શ્રેષ્ઠ લખવામાં આવ્યું છે એટલું જ શ્રેષ્ઠ ફિલ્માવામાં આવ્યું છે. ‘હમ હૈં રાહી પ્યાર કે’ નું ફિલ્માંકન ભવ્ય છે. તેમાં જૂના નાયકોને યાદ કરવામાં આવ્યાં છે અને કાજોલ, બિપાશા, લારા, પ્રિટી અને રાની મુખર્જી જેવી નાયિકાઓ થોડા સમય માટે પડદા પર જોવા મળે છે. ટેક્નિકલ દૃષ્ટિએ પણ ફિલ્મ સશક્ત છે. ફિલ્મની લંબાઈ કેટલાક લોકોને અખરી શકે છે.
સરવાળે ‘રબ ને બના દી જોડી’ મનોરંજનનું શ્રેષ્ઠ પેકેજ છે, જેમાં પ્રેમ, હાસ્ય, દુ:ખ, સંગીત, નૃત્ય અને ખુશીને ઉચિત માત્રામાં સંતુલન છે. તમામ ઉમર અને વર્ગના દર્શકોને આ ફિલ્મ પસંદ પડી શકે છે.
આપને આ ફિલ્મ કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું : janak.zala@webdunia.net
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|