યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
ઓએ લકી, લકી ઓએ
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા
નિર્દેશક : દિબાકર બૈનર્જી
સંગીત : સ્નેહા ખાનવલકર
કલાકાર : અભય દેઓલ, નીતૂ ચન્દ્રા, પરેશ રાવલ, અર્ચના પૂરનસિંહ

’ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મ બનાવી ચૂકેલા દિવાકર બેનર્જીની ફિલ્મ ‘ઓએ લકી, લકી ઓએ’ થી અપેક્ષા હોવી સ્વાભાવિક છે પરંતુ જેટલું સારુ ફિલ્મનું નામ છે એટલી દમદાર ફિલ્મ બની નથી.
ollo
PR
ક્ષતિ ક્યાં છે ? ક્ષતિ છે ફિલ્મની કથામાં. એક રીતે જોઈએ તો કથા નામની કોઈ વસ્તુ જ નથી ફિલ્મમાં.


લકી (અભય દેઓલ) જયારે પંદર વર્ષનો હતો ત્યારે તેને અફસોસ થાય છે કે, તે પોતાના કંગાળ બાપને ત્યાં કેમ જન્મ્યો. જે કદી પણ તેની ઈચ્છા પૂર્ણ ન કરી શક્યાં. ઉપરથી તેનો બાપ લકીની મા હોવા છતાં પણ બીજી સ્ત્રીને ઘરમાં લઈ આવે છે. લકી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ચોરી કરે છે અને 31 વર્ષની ઉમરમાં મોટો ચોર બની જાય છે.

ચમચીથી લઈને મર્સીડીજ કારની તે ચોરી કરે છે અને દિલ્લી પોલીસને હેરાન કરી મૂકે છે. ચોરીનો માલ તે ગોગી ભાઈ (પરેશ રાવલ) ને વેચે છે. આખરે તેનો એ જ હાલ થાય છે જે એક ચોરના થાય છે તે પોલીસના હાથે ઝડપાઈ જાય છે પરંતુ અંતમાં ત્યાંથી ચકમો આપીને ભાગી જાય છે.

અહીં લકીની કોઈ એવી મજબૂરી નથી કે, તેને ચોરી કરવી પડે. તે ભૌતિક સુવિધાઓ મેળવવા ઈચ્છે છે. એટલા માટે તે 'બંટી અને બબલી" ની જેમ ચોરીઓ કરતો રહે છે.

કથામાં કોઈ ખાસ ઉતાર-ચડાવ નથી. એટલા માટે થોડી વાર બાદ ફિલ્મ થોડી થંભી ગયેલી લાગે છે કારણ કે, કેટલાક દૃશ્યો રિપીટ થવાના શરૂ થઈ જાય છે. છતાં પણ નિર્દેશક દિવાકર બેનર્જીએ કથાને ઉત્કૃષ્ઠ રીતે પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને કિશોર લકીના કેટલાક દૃશ્યો શાનદાર છે.

એક ચોરનું પણ ઘર હોય છે, સંબંધો હોય છે અને ચોરીના કારણે આ સંબંધો પર શું અસર પડે છે તે સ્પષ્ટ રીતે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. લકી સમાજ માટે ચોર છે પરંતુ તેનાથી મોટા પણ ચોર છે જે સમાજમાં ઈજ્જ્ત સાથે જોવા મળે છે. એવો જ કિસ્સો દેવાકર બેનર્જીએ મિ.હાંડા અને લક્કી વચ્ચે રાખ્યો છે. જેમાં હાંડા લકી નો તમામ માલ ઉડાવી જાય છે.

પૂરી ફિલ્મ પર દિલ્લીનો રંગ ચડેલો છે. દિલ્લીની સાકડી ગલીઓ અને આલીશાન કોલોનીઓને શ્રેષ્ઠ રીતે દેખાડવામાં આવી છે. ફિલ્મના પાત્ર બિલકુલ અસલ જિંદગીમાંથી ઉપાડેલા હોય તેવા લાગે છે.

અભય દેઓલે લકીની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી છે. પૂરા આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે લકીના પાત્રને તેમણે પડદા પર ઉતાર્યું છે. નીતૂ ચન્દ્રાએ સાહસ સાથે વગર મેકઅપોએ કેમેરાનો સામનો કર્યો. પરેશ રાવલે ત્રણ ભૂમિકા ભજવી છે પરંતુ તે રંગમાં ન દેખાયા. તેનો દોષ નિર્દેશક્ને વધુ જાય છે જે તેમનો પૂરતો ઉપયોગ ન કરી શક્યાં. સંગીતની બાબતમાં ફિલ્મ નબળી છે અને થોડી સંપાદિત કરવાની જરૂરિયાત છે.

સરવાળે દિવાકર બેનર્જી એ આશાઓ પર ખરા ન ઉતરી શક્યાં જે ‘ખોસલા કા ઘોસલા’ બાદ તેમણે જગાવી હતી.

આ ફિલ્મ આપને કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલશો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સૉરી ભાઈ
મીરાબાઈ નૉટ આઉટ
રોમાંચથી ભરપૂર ‘મહારથી’
યુવરાજ : વગર આત્માનું શરીર
દોસ્તાના - એવરેજ ફિલ્મ
ક્વાંટમ ઑફ સોલાસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...