|
| સૉરી ભાઈ |
નિર્માતા : વાસુ ભગનાની, ઓનીર નિર્દેશક : ઓનીર સંગીત : ગૌરવ દયાલ, વિવેક ફિલિપ કલાકાર : શરમન જોશી, ચિત્રાંગદા સિંહ, સંજય સૂરી, શબાના આજમી, બોમન ઈરાની
નિર્દેશક ઓનીરની ફિલ્મોની કથા હમેશા લીકથી હટીને જ રહી છે. ‘માય બ્રધર નિખિલ’ અને ‘બસ એક પલ’ બાદ તેમની તાજા ફિલ્મ ‘સૉરી ભાઈ’ માં પણ તેમણે પોતાની આ પરંપરા કાયમ રાખી છે.
‘સૉરી ભાઈ’ ની કથા થોડી વધુ જ બોલ્ડ છે. પોતાના ભાઈની થનારી પત્ની એટલે કે ભાભીથી પ્રેમ કરવાની થીમ પરંપરાવાદી દર્શકોને ભાગ્યે જ પસંદ પડે ત્યાં સુધી કે, જે લોકો આધુનિક વિચારસરણીના છે તે પણ તેને પસંદ નહીં કરે.
સિદ્ધાર્થ (શરમન જોશી) એક યુવા વૈજ્ઞાનિક છે જે પોતાના મોટા ભાઈ હર્ષ (સંજય સૂરી) ના લગ્નમાં ભાગ લેવા પોતાના માતા-પિતા સાથે મોરીશસ જાય છે. હર્ષની મા આ લગ્નથી ખુશ નથી.
હર્ષ પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત છે અને પોતાના પરિવારને ઘણો ઓછો સમય આપી શકે છે. લગ્ન પહેલા તે આલિયા (ચિત્રાંગદા સિંહ) ને મોરીશસ ફેરવવા ઈચ્છે છે. આ જવાબદારી તે પોતાના નાના ભાઈ સિદ્ધાર્થને સોંપે છે. હર્ષ આ નિર્ણયથી આલિયા અને પોતાને ઉપેક્ષિત અનુભવે છે.
સિદ્ધાર્થ સાથે ફરતા ફરતા તેની મિત્રતા થઈ જાય છે અને બન્ને એક-બીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે જ્યારે સિદ્ધાર્થની માતાને આ વાતની ખબર પડે છે તો પરિવારમાં ભૂચાલ આવી જાય છે.
ફિલ્મની થીમ રોચક છે પરંતુ ફિલ્મ રોચક બની શકી નથી. ફિલ્મના કેટલાક દૃશ્યો સારા બન્યાં છે. શરમન અને ચિત્રાંગદાનું એક-બીજા પ્રત્યે આકર્ષિત થવું તથા શબાના અને ચિત્રાંગદા વચ્ચે તણાવના દૃશ્ય ઓનીરે સારી રીતે ફિલ્માવ્યાં છે. શરમન જોશીનો અભિનય શ્રેષ્ઠ છે. ચિત્રાંગદા સિંહ નૈસર્ગિક અભિનેત્રી છે અને શબાના જેવી સક્ષમ અભિનેત્રી સામે પોતાની હાજરી નોંધાવે છે. શબાના આજમી હમેશાની માફક શ્રેષ્ઠ છે. બોમને તેમનો સાથ સારી રીતે નિભાવ્યો છે. સંજય સૂરીને વધુ અવસર મળ્યો નથી.
સમય બદલી રહ્યો છે પરંતુ સંબંધોની વાત આવે છે તો દર્શક પરંપરાવાદી થઈ જાય છે. ‘સૉરી ભાઈ' ની થીમ ભારતીય દર્શકો માટે થોડી વધુ જ બોલ્ડ છે.
આ ફિલ્મ આપને કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલશો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|