|
| મીરાબાઈ નૉટ આઉટ |
નિર્માતા : રંગિતા પ્રીતિશ નંદી, પ્રીતિશ નંદી નિર્દેશક : ચંદ્રકાંત કુલકર્ણી સંગીત : સંદેશ શાંડિલ્ય કલાકાર : મંદિરા બેદી, મહેશ માંજરેકર, અનુપમ ખેર, એજાજ ખાન, ચારૂ શર્મા, અનિલ કુંબલે (વિશેષ ભૂમિકા)
હમેશા કહેવામાં આવે છે કે, ક્રિકેટ અને ફિલ્મો પ્રત્યે ભારતીય લોકો દીવાના છે. કદાચ આ વાતને ધ્યાનમાં રાખીને નિર્દેશક ચંદ્રકાંત કુલકર્ણીએ ‘મીરાબાઈ નૉટ આઉટ’ ફિલ્મ બનાવી છે જે એક ક્રિકેટ પ્રેમીની કથા છે. મીરાને ક્રિકેટનો એટલો બધો શોખ છે કે, તે પોતાની સગાઈવાળા દિવસે પણ ક્રિકેટ જોવા જતી રહે છે.
જરૂરી નથી કે, એક સારા વિચાર પર બનેલી ફિલ્મ સારી હોય. 'મીરાબાઈ' તેનું ઉદાહરણ છે. ફિલ્મની પટકથામાં કોઈ દમખમ નથી ફિલ્મ ક્રિકેટની વાત કરે છે પરંતુ એક ક્રિકેટ પ્રેમી માટે તેમાં કઈ પણ ખાસ નથી. હકીકતમાં આ એક પ્રેમ કથા છે જેની પૃષ્ઠભૂમિમાં ક્રિકેટ છે. ફિલ્મનો મોટો ભાગ આ પ્રેમકથાને આપવામાં આવ્યો છે.
મીરા (મંદિરા બેદી) સ્કૂલમાં ગણિત ભણાવે છે. ક્રિકેટ અને અનિલ કુંબલેની દીવાની છે. તેનું હજુ સુધી અવિવાહિત રહેવું તેના પરિજનોની સૌથી મોટી ચિંતા છે. મીરાની મુલાકાત અર્જુન (એજાજ ખાન) સાથે થાય છે અને બાદમાં તેને સમજાય છે કે, ક્રિકેટ અને અનિલ કુંબલે સિવાય પણ જીવનમાં ઘણું બધુ છે.
ફિલ્મમાં બિલકુલ પકડ નથી કારણ કે, ફિલ્મને યોગ્ય રીતે લખવામાં આવી નથી. નિર્દેશક ચંદ્રકાંત કુલકર્ણીએ કેટલાક દૃશ્યોને સારી રીતે સંભાળ્યાં છે. જેમ કે, મહેશ માંજરેકર અને એજાજ ખાન વચ્ચે રમાયેલો મેચ, અનુપમ ખેર એક ક્વિજ શો માં ભાગ લે છે અને મંદિરા તમામ પ્રશ્નોનો સાચો જવાબ આપે છે.
સંગીત માટે ફિલ્મમાં કોઈ ખાસ સ્કોપ ન હતો. સંવાદ કેટલાક સ્થળે ઉમ્દા છે. અભિનયની વાત કરવામાં આવે તો મંદિરા આ ફિલ્મનું કેન્દ્રીય પાત્ર છે અને તેણે તેને સારી રીતે ભજવ્યું છે. એજાજ પણ પ્રભાવિત કરે છે. મહેશ માંજરેકરને ફિલ્મના અંતમાં કઈંક કરી દેખાડવાનો મૌકો મળે છે. અનિક કુંબલે ઠીકઠાક છે.
સરવાળે ‘મીરાબાઈ નૉટ આઉટ’ નિરાશ કરે છે અને તે ખુબ જ જલ્દી સિનેમાઘરોથી આઉટ થઈ જશે.
આ ફિલ્મ આપને કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલશો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|