યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
રોમાંચથી ભરપૂર ‘મહારથી’
નિર્માતા : ઢિલિન મેહતા
નિર્દેશક : શિવમ નાયર
કલાકાર : ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, બોમન ઈરાની, નેહા ધૂપિયા, તારા શર્મા

Paresh
PR
આ ફિલ્મ એક ગુજરાતી નાટક પર આધારિત છે જેનાં 700 થી પણ વધારે શો થઈ ચૂક્યાં છે. કહેવામાં આવે છે કે, જ્યારે તેના પર ફિલ્મ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો તો બોલીવુડના કેટલાયે ટોપના હીરો તેમાં કામ કરવા ઈચ્છતાં હતાં પરંતુ અતંમાં પરેશ રાવલને જ ચૂંટવામાં આવ્યાં કારણ કે, તે નાટકમાં પણ હતાં.

ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...

મિસ્ટર એડેનવાલા (નસીરૂદ્દીન શાહ) નો જીવ રાજ સુભાષ (પરેશ રાવલ) નામનો વ્યક્તિ બચાવે છે. જેનાથી ખુશ થઈને એડેનવાલા રાજને પોતાને ત્યાં ડ્રાઈવરની નોકરી પર રાખી લે છે. એડેનવાલાનું પોતાની પત્ની મિસેસ એડેનવાલા (નેહા ધૂપિયા) સાથે બિલકુલ પણ જામતું નથી. તેની પત્નીએ માત્ર નાણા ખાતર જ તેની સાથે લગ્ન કર્યાં છે.

એડેનવાલાએ 24 કરોડ રૂપિયાનો વીમો કરાવીને રાખ્યો છે જે તેના મૃત્યુ બાદ તેની પત્નીને મળશે. પોતાની પત્નીથી પરેશાન થઈને એક રાત્રે એડેનવાલા આત્મહત્યા કરી લે છે મરતા પહેલા તે પોતાની પત્નીને કહેતો જાય છે કે, જ્યારે તે તેની આત્મહત્યાને હત્યા સાબિત કરી બતાવશે ત્યારે જ તેને વીમાની રકમ મળી શકશે. સુભાષ અને મિસેસે એડેનવાલા આ આત્મહત્યાને હત્યા સાબિત કરવામાં જુંટાઈ જાય છે પરંતુ આમ કરવામાં બન્ને અસંખ્ય મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.

નિર્દેશન :

Neha
PR
શિવમ નાયરનું નિર્દેશન શ્રેષ્ઠ છે તેણે પોતાના કલાકારો પાસે સારુ કામ કરાવ્યું છે. ફિલ્મની રોચકતાને તેમણે જાળવી રાખી છે જો કે, તેઓ આ ફિલ્મને વધું રોમાંચક બનાવી શક્યાં હોત. ફિલ્મમાં કેટલીક ક્ષતિ પણ છે પરંતુ તેનું ઠીકરું નિર્દેશક પર ઘસવાના બદલે ફિલ્મના લેખક પર ઘસવું ઠીક રહેશે.

અભિનય :

પૂરી ફિલ્મમાં પરેશ રાવલ છવાયેલા છે તેમણે શ્રેષ્ઠ અભિનય કર્યો છે પરંતુ તેમનું પાત્ર કોઈ યુવા કલાકારની માંગ કરે છે. નસીરૂદ્દીન શાહે પોતાની ભૂમિકાને ઉત્કૃષ્ઠ રીતે ભજવી છે એક પરેશાન અને દારૂડિયા વ્યક્તિને તેમણે શ્રેષ્ઠ રીતે પડદા પર રજૂ કર્યો છે. ઓમ પુરીને તેમની યોગ્યતા અનુરૂપ ભૂમિકા મળી નથી. બોમન ઈરાની, તારા શર્મા અને નેહા ધૂપિયાનો અભિનય પણ સારો છે.

અન્ય પક્ષ :

ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલીક ક્ષતિઓ છે. નેહા ધૂપિયાનું મૃત્યુ અને નસીરના પરેશના નામે તમામ મિલકત કરનારા દૃશ્યો પાછળ ઠોસ કારણોનો અભાવ છે. ફિલ્મનું એકમાત્ર ગીત ફિલ્મ પૂર્ણ થાય છે ત્યારે આવે છે. હકીકતમાં તે પ્રમોશનલ સોંગ છે. ટેક્નિકલ રીતે ફિલ્મ એવરેજ છે.

સરવાળે 'મહારથી' ને એક વખત જોઈ શકાય.

આ ફિલ્મ આપને કેવી લાગી ? આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલશો. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું janak.zala@webdunia.net
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
યુવરાજ : વગર આત્માનું શરીર
દોસ્તાના - એવરેજ ફિલ્મ
ક્વાંટમ ઑફ સોલાસ
સમીરના હતાશ ‘હીરોજ’
‘ફેશન’ જગતનો અરીસો
શૂટ ઑન સાઈટ : કોઈ નવીનતા નહીં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...