યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
યુવરાજ : વગર આત્માનું શરીર
નિર્માતા-નિર્દેશક : સુભાષ ઘઈ
સંગીત : એ.આર. રહમાન
કલાકાર : સલમાન ખાન, કૈટરીના કૈફ, અનિલ કપૂર, જાયદ ખાન, બોમન ઈરાની, મિથુન ચક્રવર્તી (વિશેષ ભૂમિકા)

‘યુવરાજ’ જોતી વેળાએ એવો અનુભવ થાય છે કે, સમય સાથે સુભાષ ઘઈમાં કોઈ પરિવર્તન થયું નથી. વીસ વર્ષ પહેલા જે પ્રકારની કથા પર ફિલ્મો બની છે એ જ પ્રકારની કથા 'યુવરાજ' ની છે. રિપીટ કથા પર જ ઘઈ સાહેબ સારી ફિલ્મ બનાવી ન શક્યાં જે એ વાત તરફ સંકેત કરે છે કે, હવે ફિલ્મકારના રૂપમાં તે ચૂકી ગયાં છે.

કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...

દેવેન યુવરાજ (સલમાન ખાન) ને પિતાએ તેના ઘરથી કાઢી મૂક્યો છે કારણ કે, તેનો તેના સાવકા ભાઈ જ્ઞાનેશ (અનિલ કપૂર) સાથેનો વ્યવહાર સારો નથી. જ્ઞાનેશ મંદબુદ્ધિનો છે તો ડૈની (જાયદ ખાન) એક અય્યાશ પ્રકારનો વ્યક્તિ છે. ભાઈઓ વચ્ચે પરસ્પર બનતું નથી. દેવેન અને અનુષ્કા (કૈટરીના કૈફ) વચ્ચે પ્રેમ ચાલી રહ્યો છે પરંતુ બન્ને હજુ સુધી લગ્ન કરી શક્યાં નથી તેનું મુખ્ય કારણ છે અનુષ્કાના પિતા (બોમન ઈરાની) જે પોતાની અમીર પુત્રીનો હાથ આવા સામાન્ય વ્યક્તિ ન આપી શકે.

દેવેનને એક દિવસે સમાચાર મળે છે કે, તેના પિતાનું મૃત્યુ નિપજ્યું છે. તે ખુબ જ ખુશ છે કારણ કે, તેના પિતાની પંદર હજાર કરોડની દોલતથી તેને પણ ભાગ મળશે અને તે અનુષ્કાથી લગ્ન કરી લેશે. દેવેનના પિતાએ તેના નામ પર માત્ર પાંચ કરોડ રૂપિયા છોડ્યા અને તમામ દોલત જ્ઞાનેશના નામે કરી દીધી. ડૈનીના તન-બદનમાં આગ લાગી જાય છે. દેવેન અને ડૈની મળીને યોજના બનાવે છે જેથી તે જ્ઞાનેશના નામે છોડવામાં આવેલી રકમ પોતાના નામે કરી લે. આ યોજનાને અમલમાં લાવતા ત્રણેય ભાઈઓના દિલ મળી જાય છે.

નિર્દેશન :

લેખકના રૂપમાં સુભાષ ઘઈ નિરાશ કરે છે એક તો તેમણે અસંખ્ય વખત પડદા પર દેખાડવામાં આવી ચૂકેલી કથાને ફરીથી પડદા પર ઉતારી છે અને બીજું એ કે, તેનું પ્રસ્તુતિકરણ ખુબ જ ખરાબ છે. ફિલ્મ સાથે દર્શક જોડાઈ શકતો નથી અને પડદા પર જે ઘટનાક્રમ દેખાડવામાં આવ્યાં છે તેનાથી તે ઘણો કંટાળો અનુભવે છે. ઘઈનું તમામ ફિલ્મની ભવ્યતા અને ફ્રેમને સુંદર બનાવવું રહ્યું.

અભિનય :
સલમાન ખાનનું ધ્યાન પોતાના કામમાં નથી રહ્યું. કેટલાક દૃશ્ય તેમણે માત્ર શૂટ કરી દીધા. તેમના લુકને પણ લોકોએ ખાસ પસંદ ન કર્યો. કૈટરીના કૈફ ખુબ જ સુંદર દેખાઈ છે પરંતુ તેનો અભિનય ઠીક છે. તમામ અભિનેતાઓમાં અનિલ કપૂરનો અભિનય શ્રેષ્ઠ છે. જ્યારે તે પડદા પર આવે છે ત્યારે રાહત અનુભવાય છે. જાયદ ખાન અને બોમન ઈરાનીએ એ જ કર્યું જે નિર્દેશકે તેમને જણાવ્યું.

અન્ય પક્ષ:
એ.આર. રહેમાનનું સંગીત ફિલ્મની તુલનાએ શ્રેષ્ઠ છે. ગીતનું ફિલ્માંકન ભવ્ય સ્તરે કરવામાં આવ્યું છે. કબીર લાલે ફિલ્મની દરેક ફ્રેમ એવી રીતે શૂટ કરી છે જાણે તેઓ પેંટિગ બનાવી રહ્યાં હોય. ફિલ્મના ડાયલોગ અસર છોડતા નથી.

સરવાળે 'યુવરાજ' એક એવું સુંદર શરીર છે જેમાં આત્મા નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દોસ્તાના - એવરેજ ફિલ્મ
ક્વાંટમ ઑફ સોલાસ
સમીરના હતાશ ‘હીરોજ’
‘ફેશન’ જગતનો અરીસો
શૂટ ઑન સાઈટ : કોઈ નવીનતા નહીં
મનોરંજક ‘કર્જ’
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...