|
| શ્યામ બેનેગલનું ‘સજ્જનપુર’ |
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા નિર્દેશક : શ્યામ બેનેગલ સંગીત : શાંતુનુ મોઇત્રા કલાકાર : શ્રેયસ તલપદે, અમૃતા રાવ, રવિ કિશન, ઈલા અરુણ, દિવ્યા દત્તા, યશપાલ શર્મા, રાજેશ્વરી સચદેવ, રવિ ઝાંકલ
શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો મારફત અસંખ્ય મુદ્દાઓ ઉપાડ્યાં છે અને તેણે વિચારની જેમ રજૂ કર્યાં છે.
સમાનાંતર સિનેમાના તેમને પિતામહ કહેવામાં આવે છે. ‘વેલકમ ટૂ સજ્જનપુર’ તેમની હાસ્ય ફિલ્મ છે પરંતુ તેને વ્યંગ કહેવો વધુ ઉચિત રહેશે. હંસતા હંસતા તેમણે પાછળથી પોતાની વાત કહી દીધી છે.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
મહાદેવ (શ્રેયસ તલપદે) સજ્જનપુર નામના ગામમાં પોસ્ટ ઓફિસની બહાર લોકોને પત્ર લખવા અને વાંચવાનું કામ કરે છે. આ ગામ મધ્યપ્રદેશના સતના, રીવાની આસપાસનું છે. આ ગામમાં બે-ચાર લોકો જ ભણેલા-ગણેલા છે. એક દિવસે કમલા (અમૃતા રાવ) પોતાના પતિ માટે પત્ર લખાવવા મહાદેવ પાસે આવે છે. તેનો પતિ રોજી-રોટી માટે મુંબઈ ગયો છે અને ચાર વર્ષોથી ગામ આવ્યો નથી.
કમલા મહાદેવનો નાનપણનો પ્રેમ છે અને એક વાર ફરી તે કમલા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. તે કમલાના પતિને એવો પત્ર લખે છે જેથી તે કમલાથી નફરત કરે અને મહાદેવનો રસ્તો સરળ બની જાય. આ પ્રેમકથાને સમાંતર કેટલીક અન્ય કથાઓ પણ ચાલતી રહે છે જેમાં અંધવિશ્વાસ,રાજનીતિ, વિધવા વિવાહ જેવા કેટલાક પ્રસંગો દેખાડવામાં આવ્યાં છે.
નિર્દેશન :
શ્યામ બેનેગલ હમેશાથી જ કથાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. અહીં પણ તેમણે મહાદેવને કેન્દ્રીય પાત્ર બનાવીને તેના માધ્યમથી કથાને જોડી છે. ફિલ્મનો અંત પણ તેમણે શ્રેષ્ઠ રીતે કર્યો છે. ગીતોનો મોહ છોડી દેત તો કદાચ ફિલ્મોની અસર વધી જાત કારણ કે, તેનાથી ફિલ્મની ગતિ પ્રભાવિત થાય છે. તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનયનો શ્રેય શ્યામ બેનેગલને જાય છે. ફિલ્મના દરેક પાત્રને તેમણે પૂરતો ન્યાય આપ્યો છે.
અભિનય :
ફિલ્મના તમામ કલાકારોનો અભિનય શ્રેષ્ઠ છે. શ્રેયસ તલપદેનો આ યાદગાર અભિનયમાંથી એક માનવામાં આવશે. એ દૃશ્યમાં તેમનો અભિનય જોવા લાયક છે જ્યારે તે અંતમાં અમૃતાના પતિની ચિઠ્ઠી વાંચે છે. અમૃતા રાવે પણ અભિનયમાં પોતાની રેંજ દેખાડી છે. ફિલ્મના સહકલાકાર બાજી મારી લે છે. યશપાલ શર્મા (નેતા), રવિ ઝાંકલ (કિન્નર), ઈલા અરુણ (અંધવિશ્વાસી મહિલા), રવિ કિશન (કંપાઉંડર), રાજેશ્વરી સચદેવા અને દિવ્યા દત્તાએ પોત-પોતાના પાત્રોમાં પ્રાણ રેડ્યાં છે.
અન્ય પક્ષ :
ફિલ્મનું ગીત-સંગીત થીમને અનુરૂપ અને અર્થપૂર્ણ છે. અશોક મિશ્રાએ શ્રેષ્ઠ સંવાદ લખીને ફિલ્મને ધાર પ્રદાન કરી છે. તેમના સંવાદ દર્શકો પર ઉંડી છાપ છોડે છે.
‘વેલકમ ટૂ સજ્જનપુર’ ભારતના ગામની તસ્વીર રજૂ કરે છે જો તમે તમારા ગામને મિસ કરતા હોય અથવા ગામની નજીક જવા ઈચ્છતાં હોય તો સજ્જનપુર જવાનો અવસર ન છોડવો જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|