|
| 1920 : આત્માનો આતંક |
નિર્માતા : સુરેન્દ્ર શર્મા, ભાગવતી ગબરાની, અમિતા બિશ્નોઈ નિર્દેશક : વિક્રમ ભટ્ટ ગીત : સમીર સંગીત : અદનાન સામી કલાકાર : રજનીશ દુગ્ગલ, અદા શર્મા, રાજ જુત્શી, અંજોરી અલઘ
નિર્દેશક વિક્રમ ભટ્ટની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. સફળ થવાં માટે વિક્રમ એકવાર ફરી 'રાજ' તરફ પરત ફર્યા અને તેને આધાર બનાવીને તેમણે ‘1920’ નામની હોરર ફિલ્મ બનાવી છે.
હોરર ફિલ્મ જોતી વખતે દર્શક ઈચ્છે છે કે, તેને ડર લાગે અને વિક્રમની આ ફિલ્મના કેટલાક દૃશ્યો એવા છે જે દર્શકોને થોડા-ઘણા ડરાવે છે.
ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો...
ફિલ્મ વર્ષ 1920 પર આધારિત છે. અર્જુન (રજનીશ દુગ્ગલ) અને લીજ઼ા (અદા શર્મા) પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. લગ્નના તરત બાદ અર્જુનને એક હવેલી પાડીને હોટલ બનાવાનું કામ મળે છે. સુનસાન સ્થળ પર સ્થિત આ હવેલીમાં જઈને તેઓ રહે છે. આ હવેલીમાં એક આત્મા રહે છે જે નથી ઈચ્છતી કે, આ હવેલીને પાડવામાં આવે. લીજા સાથે આ હવેલીમાં અજબ ઘટનાઓ ઘટવા લાગે છે તેની અંદર આત્મા પ્રવેશ કરી જાય છે.
તે આત્મા તેને પોતાની સાથે લઈ જવાં ઈચ્છે છે. આત્માનું મુખ્ય ધ્યેય શું છે ? તે લીજાની અંદર શા માટે પ્રવેશે છે ? તેના તાર લીજાના ભૂતકાળ સાથે જોડાયેલા છે અને એ જ ફિલ્મનું સસ્પેંસ છે.
નિર્દેશન :
વિક્રમ ભટ્ટની કથામાં કોઈ નવીનતા નથી. આ પ્રકારની અસંખ્ય ફિલ્મો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યાં છીએ પરંતુ જે વાત ફિલ્મને શ્રેષ્ઠ બનાવે છે તે છે તેનું પ્રસ્તુતિકરણ. ફિલ્મ નબળી હોવા છતાં પણ વિક્રમે શ્રેષ્ઠ નિર્દેશનની છાપ છોડી છે. દર્શકોને ડરાવાનો વિક્રમનો ઉદેશ્ય હતો અને તેમને કેટલાયે એ પ્રકારના દૃશ્યો રચ્યાં છે જે દર્શકોને ડરાવે છે.
અભિનય :
ફિલ્મમાં વધુ કલાકારો નથી. કથા નવોદિત કલાકાર રજનીશ દુગ્ગલ અને અદા શર્માની આસપાસ ફર્યા કરે છે. રજનીશને દૃશ્ય અનુસાર ચહેરાના ભાવ શીખવા પડશે. પૂરી ફિલ્મમાં તેનો અભિનય એક જેવો છે. અદા શર્માનો અભિનય રજનીશના મુકાબલે શ્રેષ્ઠ છે. જ્યારે તેના શરીરમાં આત્માનો પ્રવેશ થાય છે ત્યારે તેણે પોતાની મોટી મોટી આંખોથી લોકોને ખૂબ ડરાવ્યાં છે. અંજોરી અલઘે પોતાની હાજરી નોંધાવી છે. રાજ જુત્શીએ પણ પાદરીના રોલને સાર્થક બનાવ્યો છે. રાખી સાવંત આઈટમ સોંગમાં પ્રભાવિત કરતી નથી.
અન્ય પક્ષ :
પ્રથમ વાત તો એ કે, હોરર ફિલ્મોમાં સંગીત હોવું જ જોઈએ નહીં. વ્યાવસાયિક મજબૂરીના કારણે આ ફિલ્મમાં કેટલાક ગીતો છે. મોટુ નામ હોવા છતાં પણ સંગીત ઠીક-ઠાક છે. ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટસનો સારો પ્રયોગ છે અને તેમાં કોઈ નવીનતા નથી. પ્રવીણ ભટ્ટે શ્રેષ્ઠ કેમેરાવર્ક દેખાડ્યું છે. યોર્કશાયરની સુંદરતાને તેણે શ્રેષ્ઠ રીતે કેમેરામાં કેદ કરી છે.
સરવાળે '1920' ની કથામાં કોઈ નવીનતા ન હોવા છતાં પણ તે દર્શકોને અમુક હદ સુધી ડરાવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|