|
| એ વેન્સ્ડે : શ્રેષ્ઠ ફિલ્મ |
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા, અંજુમ રિજવી, શીતલ ભાટિયા નિર્દેશક : નીરજ પાંડે કલાકાર : નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, જિમી શેરગિલ, દીપલ શૉ, આમિર બશીર, ચેતન પંડિત
‘એ વેન્સ્ડે’ આતંકવાદની પૃષ્ઠભૂમિમાં બનેલી એક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ વાસ્તવિકતાની નજીક છે અને તેમાં પોલીસની ખૂબીઓ અને સામાન્ય આદમીની તાકાતનું સારી રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે.
ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો...
મુંબઈ પોલીસ કમિશનર પ્રકાશ રાઠોડ પાસે એક અજાણ વ્યક્તિનો ફોન આવે છે તે ચાર ખૂંખાર આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી કરે છે. તેણે મુંબઈના પ્રમુખ સ્થળો પર બોમ્બ લગાવીને રાખ્યાં છે. જો તેની શરત ન માનવામાં આવી તો તે બોમ્બ વિસ્ફોટ મારફત કેટલાયે લોકોની જાન લેવાની ધમકી આપે છે.
આ કાર્ય માટે તે પોલીસને માત્ર ચાર કલાકનો ટાઈમ આપે છે. જ્યારે એક બોમ્બ કમિશ્નરની ઓફીસના સામેવાળા પોલીસ કાર્યાલયમાં મળે છે ત્યારે પોલીસ આ મામલાને ગંભીરતાથી લે છે.
ફોન કરનારા આ અજાણ વ્યક્તિની ઓળખ કરવામાં પોલીસ જોડાઈ જાય છે પરંતુ તેની પાસ સમય ઘણો ઓછો છે. કોણ છે તે વ્યક્તિ ? તેનો ઈરાદો શું છે ? શું પોલીસ તેના સુધી પહોંચી શકશે ? આ ફિલ્મમાં તે રોમાંચક રીતે દેખાડવામાં આવ્યું છે.
નિર્દેશન : આ નાનકડી કથા પર નિર્દેશક નીરજ પાંડેએ શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે. ફોન કરનારા વ્યક્તિને તેમણે શરૂઆતથી જ દેખાડી દીધો છે અને તેના સુધી પહોંચવાના પોલીસના પ્રયત્નોને થ્રિલરના રૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં ન તો નૃત્ય છે ન તો કોઈ ગીત અને ન તો કોઈ કોમેડી માત્ર સિંગલ ટ્રેક પર ફિલ્મ ચાલ્યાં કરે છે.
તેમ છતાં પણ તે બાંધીને રાખે છે. અંતમાં જ્યારે આ વ્યક્તિનું રહસ્ય ખુલે છે તો ફિલ્મ એક અલગ ટ્રેક પર ચાલતા સામાન્ય વ્યક્તિની તાકાતનું વર્ણન કરે છે. નીરજે એક સાથે કેટલીયે ઘટનાઓને રજૂ કરી છે. સામાન્ય વ્યક્તિ, પોલીસની મજબૂરી અને મીડિયાની ભૂમિકા આતંકવાદને ખત્મ કરવા જેવા કેટલાયે સવાલ નીરજે આ ફિલ્મમાં ઉપાડ્યાં છે.
અભિનય : નિર્દેશક નીરજ પાંડે ભાગ્યશાળી છે જો તેમને પોતાની પ્રથમ ફિલ્મમાં જ અનુપમ ખેર અને નસીરૂદ્દીન શાહ જેવા કલાકારોને નિર્દેશિત કરવાનો અવસર મળ્યો. નસીર અને અનુપમનો અભિનય બેજોડ છે. તેમણે પોતાના પાત્રોને જોરદાર ન્યાય આપ્યો છે. જિમ્મી શેરગિલ, આમિર બશીર અને ચેતન પંડિતનો અભિનય પણ સારો છે. દીપલ શા નિરાશ કરે છે.
અન્ય પક્ષ : સંજય ચૌધરીનું પાર્શ્વ સંગીત શ્રેષ્ઠ છે. શ્રી નારાયણ સિંહનું સંપાદન ધારદાર છે અને તેમણે શોટ્સને કેટલાયે નાના ભાગોમાં વહેચ્યાં છે. ફિલ્મના સંવાદ વાસ્તવિક જીવનમાં બોલનારા સંવાદ જેવા છે. ફિલ્મ ટેક્નિકલ રીતે સશક્ત છે.
‘એ વેન્સ્ડે’ જેવી ફિલ્મ એ વાતનું ઉદાહરણ છે કે, વગર સ્ટાર, નાચ ગાન વગર પણ એક ઉત્કૃષ્ઠ ફિલ્મ બનાવી શકાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|