|
| રૉક ઑન : ઇટ્સ રૉકિંગ |
નિર્માતા : ફરહાન અખ્તર-રિતેશ સિધવાની નિર્દેશક : અભિષેક કપૂર સંગીત : શંકર-અહસાન-લૉય કલાકાર : ફરહાન અખ્તર, પ્રાચી દેસાઈ, અર્જુન રામપાલ, પૂરબ કોહલી, લ્યૂક કેની, શબાના ગોસ્વામી, કોયલ પુરી
વિશ્વાસમાં આવતું નથી કે, આર્યન’ જેવી ફિલ્મ બનાવનારા અભિષેક કપૂર ‘રૉક ઑન’ જેવી શ્રેષ્ઠ ફિલ્મ બનાવશે. શક થાય છે કે, ફરહાન પર ક્યાંક તેઓ આ ફિલ્મના ઘોસ્ટ ડાયરેક્ટર તો નથી ને કારણ કે, અભિનય, ગાયન સાથે સાથે તે આ ફિલ્મના નિર્માતા પણ છે.
‘રૉક ઑન’ને જોઈને ‘દિલ ચાહતા હૈ’ અને ‘ઝંકાર બીટ્સ’ ની યાદ આવે છે. આ ફિલ્મમાં દોસ્તી, સંગીત અને સંબંધોને ગુંથીને શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવ્યાં છે.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
આદિત્ય (ફરહાન અખ્તર), જો (અર્જુન રામપાલ), રૉબ (લ્યૂક કેની) અને કેડી (પૂરબ કોહલી) સારા મિત્રો છે. તેમનું 'મેજિક' નામનું બેન્ડ છે જેને તે દેશનું સૌથી મોટુ બેન્ડ બનાવવા ઈચ્છે છે. એક સ્પર્ધા જીતીને તેમને એક આલબમ બનાવાનો મૌકો મળે છે પરંતુ આદિત્યનો અહંકાર વચ્ચે આવી જાય છે અને તેના સ્વપ્નાઓ પર પાણી ફરી વળે છે.
આદિત્ય અને કેડી પોત પોતાના કામોમાં વ્યસ્ત થઈ જાય છે. રોબ સંગીતકારોનો સહાયક બની જાય છે. જો પાસે કોઈ કામ નથી. આદિત્યની પત્ની સાક્ષી (પ્રાચી દેસાઈ) ને એક દિવસે પોતાના પતિના ભૂતકાળ વિષે જાણવા મળે છે તે ઈચ્છે છે કે, એક વાર ફરી તેઓ બધા મળીને પોતાનું સપનું પૂર્ણ કરે. સાક્ષી બધાને એકઠા કરે છે અને 'મેજિક' પ્રથમ વખત પરફોર્મ કરે છે. આ સાથે જ આદિત્ય અને સાક્ષીના તણાવપૂર્ણ સંબંધો, જો ની કુંઠા, રોબની મજબૂરી, ચારેયનું સંગીત પ્રત્યેનું જુનૂનને નિર્દેશકે ઉત્કૃષ્ઠ રીતે મુખ્ય કથા સાથે રજૂ કર્યું છે.
નિર્દેશક :
અભિષેકને પોતાની લખેલી કથાને શ્રેષ્ઠ રીતે પડદા પર રજૂ કરી છે. વર્તમાનમાં ચાલી રહેલી કથાને તેમણે ફ્લેશબેક મારફત પાછળ લઈને જઈને ચારેય મિત્રોના ભૂતકાળને દેખાડ્યો છે. પ્રથમ ફ્રેમમાં જ તેમણે પોતાની પકડ ફિલ્મ પર મજબૂત રીતે જમાવી છે. વચ્ચે ફિલ્મની ગતિ ધીમી જરૂર પડી જાય છે પરંતુ દર્શકની રૂચિ ફિલ્મમાં બનેલી રહે છે. અંતને શ્રેષ્ઠ રીતે તૈયાર કરી શકાયો હતો. કેટલાક દૃશ્યોમાં એક નિર્દેશક તરીકે અભિષેકે પોતાની હાજરી નોંધાવી છે. ફિલ્મનો લુક કથા અનુસાર રાખવામાં આવ્યો અને તે ફિલ્મની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અભિનય :
ફિલ્મના તમામ કલાકારોએ સ્વાભાવિક અભિનય કર્યો છે. ફરહાન અખ્તરે શ્રેષ્ઠ શરૂઆત કરી છે. અર્જુન રામપાલે પોતાના મૌન મારફત પોતાના ચરિત્રની કુંઠાને વ્યક્ત કરી છે. પૂરબ કોહલી અને લ્યૂકે તેમનો સારો સાથ આપ્યો છે. અર્જુનની પત્નીના રૂપમાં શબાના ગોસ્વામીએ શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે. પ્રાચી દેસાઈએ પોતાની હાજરી નોંધાવી છે. કોયલ પુરીની ભૂમિકા સંક્ષિપ્ત હતી.
અન્ય પક્ષ :
જો કે, ફિલ્મ એક બેન્ડ પર આધારિત છે એટલા માટે તેનું સંગીત સારુ હોવું જરૂરી શરત બની જાય છે. શંકર-અહસાન-લોય આ મુદ્દે થોડા નિરાશ કરે છે. નિ:સંદેહ ફિલ્મ જોતી વેળાએ ગીતો સારા લાગે છે પરંતુ હિટ વાળી કોઈ વાત તેમાં નથી. તેમ છતાં પણ તેમનો પ્રયત્ન સરાહનીય છે. ફરહાનના લખેલા સંવાદ ઉલ્લેખનીય છે અને ચરિત્રની મનોદશાને વ્યક્ત કરે છે. જેસન વેસ્ટની ફોટોગ્રાફી અને દીપા ભાટિયાના સંપાદને ફિલ્મને સ્ટાઈલિશ લુક આપ્યો છે. નિહારિકા ખાનનું કોસ્ટ્યૂમ સિલેક્શન પ્રશંસાને પાત્ર છે.
સરવાળે 'રોક ઑન' માં એ તમામ તત્વો છે જે યુવા વર્ગને આકર્ષી શકે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|