યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
આસ્થા-અંધવિશ્વાસના મધ્યમાં ‘ફૂઁક’
બૈનર : વન મોર થૉટ પ્રોડક્શન
નિર્માતા : આજ઼મ ખાન
નિર્દેશક : રામગોપાલ વર્મા
સંગીત : અમર મોહિલે
કલાકાર : સુદીપ, અમૃતા ખાનવિલકર, અહસાસ ચન્ના, જ્યોતિ સુભાષ, અશ્વિની કલ્સેકર


આસ્થા અને અંધવિશ્વાસ વચ્ચે ઘણી પાતળી રેખા હોય છે. આપણે જાણી શકતા નથી કે, ક્યારે આસ્થા અંધવિશ્વાસમાં પરિવર્તિત થઈ ગઈ. જાણે એક ‘ફૂઁક’ થી આપણે અહીંના તહીં થઈ ગયાં.
phoonk
PR


અદૃશ્ય શક્તિયોં પર વિશ્વાસ કરવાને કેટલાક લોકો આસ્થા અને કેટલાક લોકો અંધવિશ્વાસ કહે છે. જો ભગવાન છે તો શેતાન પણ છે પરંતુ કેટલાક લોકો ભગવાનને માને છે. શેતાનને નહીં. કેટલાક બન્ને પર વિશ્વાસ કરે છે અને કેટલાક બન્ને પર નહીં. દરમિયાન અંતહીન દલીલો સદીઓથી ચાલતી આવી રહી છે.

વિજ્ઞાન પર ભરોસો કરનારા પણ આસ્થાવાન હોય છે કારણ કે, વિજ્ઞાનની ડિગ્રી હોવા છતાં પણ કેટલાયે લોકો મંદિર અને મસ્જિદમાં જાય છે. તાબીજ બાંધે છે અને વીંટી પહેરે છે.

અલગ-અલગ વિશ્વાસ કરનારા ચરિત્રોને લઈને રામગોપાલ વર્માએ ‘ફૂઁક’ નું નિર્માણ કર્યું છે. ‘ફૂઁક’ એટલી ડરામણી ફિલ્મ નથી જેટલો તેના વિષે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતાની નજીક છે અને કેટલાયે લોકો સાથે એવી ઘટના ઘટે છે જેનો કોઈ જવાબ હોતો નથી.

રાજીવ એક સિવિલ એન્જિનિયર છે. તેના પરિવારમાં પત્ની સિવાય એક પુત્રી અને એક પુત્ર છે. રાજીવ નાસ્તિક છે અને કોઈ પણ અદૃશ્ય શક્તિઓ પર તેને વિશ્વાસ નથી તેની પત્ની ભગવાન પર ખુબ જ ભરોસો રાખે છે.

ખુશહાલ રાજીવના જીવનમાં ત્યારે ચક્રવાત આવે છે જ્યારે તેની પુત્રી અજીબો-ગરીબ વર્તાવ શરૂ કરી દે છે. એવું લાગે છે કે, તેના પર કોઈ દૃષ્ટ આત્માનો પડછાયો હોય.

રાજીવ પોતાની પુત્રીની સારવાર ડોક્ટરો પાસે કરાવે છે તેમ છતાં પણ તેની હાલતમાં કોઈ સુધારો થઈ શકતો નથી. ઘટનાક્રમ કંઈક એવા ઘટે છે કે, નાસ્તિક રાજીવ મેલી વિદ્યા કરનારા લોકોની શરણમાં જાય છે અને આ બાજુ તેની પત્નીનો ભગવાન પરથે વિશ્વાસ ઉઠવા લાગે છે. ફિલ્મ અંત નિર્દેશકે કંઈક એ પ્રકારે કર્યો છે કે, રાજીવ અદૃશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવા લાગે છે અને તેની પત્ની વિજ્ઞાન પર.

હકીકતમાં આ પ્રકારની કથાને પૂર્ણ કરવી અત્યંત મુશ્કેલ છે કારણ કે, વિજ્ઞાન અને મેલી વિદ્યામાંથી કોઈ એકનો પક્ષ લેવાનો હતો. નિર્દેશકે એવો પણ પ્રયત્ન કર્યો કે, તેમનો ઢળાવ કોઈ પણ તરફ ન દેખાય પરંતુ અંતમાં મેલી વિદ્યા તરફ તેમનો ઢળાવ થઈ જાય છે. રાજીવની પુત્રીને મેલી વિદ્યાએ ઠીક કરી કે પછી ડોક્ટરોએ તેનો નિર્ણય નિર્દેશક રામગોપાલ વર્માના દર્શકો પર છોડી દીધો છે પરંતુ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાના આરોપથી તેઓ ન બચી શકે કારણ કે, તાંત્રિક બાબા જ આ ઘટના પાછળના રહસ્યને ઉજાગર કરે છે જે વાત ફિલ્મની વિરુદ્ધ જાય છે.

Phoonk
PR
ફિલ્મનો વિષય શ્રેષ્ઠ છે પરંતુ તેના પર ફિલ્મ બનાવવી કઠીન છે. રામગોપાલ વર્માએ એક સામાન્ય કથાને અસાધારણ રીતે પડદા પર રજૂ કરી છે. ડરાવવા માટે રામૂએ સ્પેશ્યલ ઈફેક્ટ્સ અથવા મેકઅપનો આશરો લીધો નથી. ડરે તેમણે દર્શકોની કલ્પના પર છોડ્યો છે. આમ પણ તેને હોરર ફિલ્મ કહેવું ખોટુ ગણાશે કારણ કે, તેમણે એક વિચારને હોરરનો ટચ આપીને રજૂ કર્યો છે. ફિલ્મનો અંત ખુબ જ ફિલ્મી છે. એવું લાગે છે જાણે આપણે રામસે બ્રદર્સની ફિલ્મ જોઈ રહ્યાં છીએ. ફિલ્મને થોડી નાની કરવાની જરૂરિયાત હતી.

ટેક્નિકલ રીતે ફિલ્મ ઘણી સશક્ત છે. સવિતા સિંહનું કેમેરાવર્ક ખુબ જ શાનદાર છે અને તેમણે લાબા શોટ અને ક્લોજ શોટનો શ્રેષ્ઠ પ્રયોગ કરો છે. કેમેરાની મૂવમેન્ટ પણ જબર્દસ્ત છે. સાઉંડ ડિજાઈનર કૃણાલ મહેતા અને પરીક્ષિત લાલવાની અને અમર મોહિલેનું સંગીત ફિલ્મના મૂડને અનુરૂપ છે.

ફિલ્મના મોટાભાગના કલાકારો અપરિચિત ચહેરા છે પરંતુ આ કથાની માંગ હતી. સુદીપ, અમૃતા ખાનવિલકર, જ્યોતિ સુભાષ, અશ્વિની કલસેકર, કેન્ની દેસાઈ, જાકિર હુસૈને પોતાના પાત્રોને શ્રેષ્ઠ રીતે ભજવ્યાં છે. રક્ષા બનેલી બાલ કલાકાર અહસાન ચાન્નાનો ઉલ્લેખ પણ જરૂરી છે જેણે કઠિન ભૂમિકાને પૂરા આત્મવિશ્વાસ સાથે ભજવી છે.

‘ફૂઁક’ એક અલગ વિષય અને ટેક્નિકલ ક્ષમતાના કારણે એક વખત જોઈ શકાય છે. જો કે એવા લોકો આ ફિલ્મને ઓછી પસંદ કરશે જે કોઈ પણ અદૃશ્ય શક્તિ પર ભરોસો કરતા નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નહીં માને મુગલ-એ આઝમ
બચના એ હસીનો : એવરેજ ફિલ્મ
સિંહ ઇજ કિંગ : મસાલાથી ભરપૂર
મિશન ઇસ્તાંબુલ : ફ્લૉપ મિશન
કિસ્મત કનેક્શન : નબળા નસીબ
હૈનકૉક : પરેશાન સુપરહીરો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...