|
| નહીં માને મુગલ-એ આઝમ |
નિર્માતા : ચંપક જૈન, ગણેશ જૈન, રતન જૈન નિર્દેશક : સંજય છૈલ સંગીત : અનુ મલિક કલાકાર : રાહુલ બોસ, મલ્લિકા શેરાવત, પરેશ રાવલ, કે.કે. મેનન, પવન મલ્હોત્રા, જ઼ાકિર હુસૈન
ફિલ્મ શરૂ થયાંના દસ મિનિટમાં જ સમજમાં આવી જાય છે કે, આગળ કેટલો કંટાળો આવવાનો છે. એક થર્ડ ક્લાસ નાટક કંપની થર્ડ ક્લાસ કલાકાર ‘મુગલ-એ-આજમ’ નાટકનું મંચન કરે છે. તેઓ જે મનમાં આવે છે તે બોલે છે. હિંદી, ઉર્દૂ, અઁગ્રેજી સિવાય તે પરસ્પર વાતચીત પણ કરી લે છે અને સામે બેઠેલા દર્શકોને ખૂબ હસાવે પણ છે.
સમય 1993 નો છે. કેટલાક જૂના ઇંડિયા ટુડે અને ફિલ્મફેઅરની મારફત આ દેખાડવામાં આવ્યું છે. સેં લુઈસ નામના એક નાનકડા શહેરમાં એક નાટક રમવામાં આવે છે. ફિલ્મના એક સંવાદમાં જણાવામાં આવ્યું છે કે, કેટલાક નાનકડા શહેરમાં ગણતરીના લોકો છે અને ગણતરીના મકાન પરંતુ અહીં આ નાટકના લગભગ 125 શો થાય છે. ગણતરીના લોકો હોવા છતાં પણ આ કંટાળાજનક નાટકના આટલા બધા શો ?
નિર્દેશકે દર્શકોને બદલવાનો પણ કષ્ટ કર્યો નથી. મોટા ભાગના ચહેરાઓ એક જેવા જ દેખાય છે. એક બોલે છે કે, હું દરરોજ અહીં આવું છું કારણ કે, આ નાટક જોવામાં ખુબ આનંદ મળે છે. ધન્ય છે સેંટ લુઈસના લોકો.
રાહુલ બોસ રૉ ના એજન્ટ દેખાડવામાં આવ્યાં છે. લાગે છે કે, તેમને ઘણી બધી નવરાશ હતી. તે દરરોજ નાટક જોવા આવે છે અને અનારકલી બનેલી મલ્લિકાને નિહારતા રહે છે. મલ્લિકાના લગ્ન ઉમરમાં તેનાથી ઘણા બધા મોટા એવા પરેશ રાવલ સાથે થઈ છે. મલ્લિકા રાહુલને પણ ચાહે છે અને પરેશને પણ. રાહુલ ગમે ત્યારે તેના મેકઅપ રૂમ, બેડરૂમ અને બાથરૂમમાં ઘુસી જાય છે.
1993 નો સમય એટલા માટે દેખાડવામાં આવ્યો છે કારણ કે, એ સમયે દેશમાં રમખાણો ફેલાવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. રાહુલ બોસને તેના વિષે જાણ થાય છે અને તે નાટક કંપનીઓના કલાકારોની મદદથી દેશને બચાવાનો પ્રયત્ન કરે છે પરંતુ બિચારા દર્શકો બચી શકતાં નથી.
દરેક પ્રકારના પાત્રો આ ફિલ્મમાં છે. મેનન રો એજન્ટ છે સાથે ગજલ ગાયક પણ છે. તેના તાર આઈએસઆઈ અને અંડરવર્લ્ડ સાથે પણ જોડવામાં આવ્યાં છે. બાદમાં તેની પાસેથી લાશના રૂપમાં અભિનય કરવામાં આવ્યો. થિએટરનો એક કલાકાર દાઉદ ઈબ્રાહીમ જેવો છે જેથી સમય આવે તે નકલી દાઉદ બની શકે.
નિર્દેશન-અભિનય
નિર્દેશક સંજય છૈલે આ ફિલ્મ બનાવાની પ્રેરણા ‘જાને ભી દો યારો’ ના ક્લાઈમેક્સમાં રમાયેલા નાટકમાંથી લીધી છે તેમણે ફિલ્મને જોરદાર રબરની મારફત ખેંચી છે. અંડરવર્લ્ડ, વિવાહેતર સંબંધ, દેશભક્તિ, કૉમેડી જેવી તમામ ચીજો તેમણે એક જ ફિલ્મમાં નાખી દીધી પરંતુ આ બધુ મળીને ટ્રેજેડી બની ગઈ. અઢી કલાક સુધી પડદા પર નાટક ચાલ્યાં કરે છે. નિરંતરતાનો ફિલ્મમાં અભાવ છે અને કોઈ પણ સીન ક્યાંયથી પણ ટપકી પડે છે.
‘મુગલ-એ-આજમ’ નાટકમાં તો તેમણે જાણી જોઈને કલાકારોને ખરાબ અભિનેતા દેખાડવા માટે ખરાબ અનુભવ કરાવ્યો પરંતુ નાટકની બહાર પણ તેમણે ખરાબ અનુભવ કેમ કરાવડાવ્યો એ સમજની બહાર છે.
પરેશ રાવલ, કે.કે. મેનન, પવન મલ્હોત્રા, રાહુલ બોસ જેવા તમામ કલાકારો ફિલ્મમાં ઓવર એક્ટિંગ કરતા રહ્યાં. શું ઓવરએક્ટિંગને જ નિર્દેશકે હાસ્ય માની લીધું. આટલા બધા કલાકારોનો યોગ્યુ ઉપયોગ ન કરી શકવો નિર્દેશકની ક્ષમતા પર પ્રશ્નચિન્હ લગાડે છે.
રાહુલ બોસ અને પરેશ રાવલે અલગ-અલગ પ્રકારનો ગેટઅપ બદલીને પોતપોતાની ભૂમિકા ભજવી પરંતુ પ્રભાવિત ન કરી શક્યાં. રાહુલ બોસનો અભિનય જોઈને એવું લાગે છે કે, તેમના માથા પર બંદૂક રાખીને જબર્દસ્તી તેમની પાસે અભિનય કરાવવામાં આવ્યો હોય. કે.કે.મેનને ખુબ જ કંટાળો આપ્યો. મલ્લિકા શેરાવતનું ધ્યાન અભિનય પર ઓછું અને અંગ પ્રદર્શન પર વધારે હતું.
અન્ય પક્ષ અનુ મલિકને પોતાની જેટલી પણ ખરાબ અને જૂની ધુનો નિર્માતાને પકડાવી દીધી છે. આશ્ચર્ય થાય છે કે, આ ધુનો એ સંગીત કંપની (વીનસ) એ ખરીદી જે સંગીતની સમજ હોવાનો દાવો કરે છે. ગીતોના ફિલ્માંકન પાછળ ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ એક પણ જોવા લાયક નથી. કથા સાથે તેની કંઈ પણ લેણી દેણી નથી.
ફિલ્મની પ્રચાર લાઈનમાં લખવામાં આવ્યું છે કે, ‘મિશન...મોહબ્બત...મૈડનેસ’, પરંતુ ફિલ્મ જોયા બાદ માત્ર અંતિમ શબ્દ તરફ જ ધ્યાન જાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|