|
| બચના એ હસીનો : એવરેજ ફિલ્મ |
નિર્માતા : આદિત્ય ચોપડ઼ા નિર્દેશક : સિદ્ધાર્થ આનંદ સંગીત : વિશાલ-શેખર કલાકાર : રણબીર કપૂર, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ, મિનિષા લાંબા, હિતેન પટેલ, કુણાલ કપૂર
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘બચના ઐ હસીનોં’ માં ત્રણ કથા છે. રાજ-માહી, રાજ-રાધિકા અને રાજ-ગાયત્રી . કથામાં રાજ સ્થાયી પાત્ર છે પરંતુ યુવતીઓ બદલાતી રહે છે.
જે પ્રકારે ફિલ્મનું ટાઈટલ ગીત એક હિટ ગીતથી ઉધાર લેવામાં આવ્યું છે એ જ પ્રકારે પ્રથમ કથા આ બેનર દ્રારા નિર્મિત ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે' થી પ્રેરિત છે.
ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો... વાત 1996 ની છે. યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી રહ્યાં છે. માહી ની ટ્રેન છુટી જાય છે અને રાજ તેને છોડવાના બહાને તેની સાથે ફરતો રહે છે.
રાજ પ્રત્યે માહી આકર્ષિત થઈ છે. એક ચુંબન સિવાય રાજ કઈ પણ કરી શકતો નથી પરંતુ મિત્રો પાસે પોતાની બડાઈ કરતો રહે છે. માહી સાંભળી લે છે અને તેનું દિલ ટુટી જાય છે. રાજ કોઈ પ્રતિક્રિયા આપતો નથી અને કથા ખત્મ.
પછી 2002 ની કથા આવે છે. મુંબઈમાં રાધિકા (બિપાશા બસુ) રાજ કી લિવ ઇન ગર્લફ્રેંડ ક્ગ્ગે, આ આઈડિયા પણ નિર્દેશક સિદ્ધાર્થ આનંદે પોતાની ફિલ્મ ‘સલામ નમસ્તે’ માંથી ઉપાડ્યો છે. રાધિકા અને રાજ વચ્ચે કોઈ વચનબદ્ધતા નથી. ખાવું-પીવું અને એશો આરામના સિદ્ધાંત પર તેમની જીંદગી ચાલી રહી છે. આ દરમિયાન રાજની ઓસ્ટ્રેલિયામાં નોકરી લાગી જાય છે જ્યારે તે રાધિકાને જણાવે છે તો રાધિકા લગ્ન કરવાની જિદ કરે છે.
રાજ જેટલો તેનાથી બચવા ઈચ્છે છે તેટલો જ ફસાતો જાય છે. આખરે એક દિવસે કોઈને પણ જણાવ્યાં વગર તે ચુપચાપ ઓસ્ટ્રેલિયા ચાલ્યો જાય છે.
ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેનારા રાજ અને તેનો મિત્ર સચિન પ્રેમ મોહબ્બતને માનતા નથી. 'હે બેબી' ના પાત્રોની જેમ મોજમસ્તી કરતા રહે છે. 2007 માં રાજની મુલાકાત ગાયત્રી (દીપિકા પાદુકોણ) સાથે થાય છે. ગાયત્રી રાત્રે ટેક્સી ચલાવે છે અને દિવસમાં કામ અને અભ્યાસ કરે છે.
ગાયત્રી પ્રત્યે રાજ આકર્ષિત થઈ જાય છે અને તેને પ્રેમ કરવા લાગે છે. તે લગ્ન માટે પ્રપોજ કરે છે પરંતુ ગાયત્રી તેનો પ્રસ્તાવ ફગોવી દે છે. રાજનું દિલ ટૂટી જાય છે. આ દર્દનો અનુભવ તેને પ્રથમ વખત થાય છે. તેને સમજમાં આવે છે કે, રાધિકા અને માહીને તેણે કેટલી પીડા આપી છે. તે તેમની માફી માગવાનો નિર્ણય કરે છે અને ભારત પરત આવે છે. પછી કેવી રીતે તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે તે આ ફિલ્મનો સાર છે.
અન્ય પક્ષ
ફિલ્મમાં રણવીરનું કામ સરાહનીય છે જે સાંવરિયા બાદ તેની કારકિર્દીને પુન: ટોચ પર લઈ જવામાં મદદરૂપ બનશે. દીપિકાનું કામ પણ સારુ છે. જો તમારે દીપિકા અને રણવીર વચ્ચેની કેમેસ્ટ્રી જોવી હોય અને સંગીતનો આનંદ માણવો હોય તો ફિલ્મ શ્રેષ્ઠ છે. વિશાલ શેખરે કેટલીક ઉમ્દા ધુનો બનાવી છે. ‘ખુદા જાને’, ‘લકી બૉય’ ‘બચના ઐ હસીનોં’ અને ‘આહિસ્તા આહિસ્તા’ માં લોકપ્રિય થવાના તમામ તત્વો મોજૂદ છે. ગીતોનું ફિલ્માંકન ભવ્ય છે.
ફિલ્મમાં બિપાશા પણ હમેશાની જેમ હોટ અને ગ્લેમરસ લાગી છે. નિમિષા લાંબા પણ પોતાના રોલમાં ઠીક-ઠાક રહી છે. અને તેની સાથે કૃણાલ કપૂરનો ગેસ્ટ એપિરિયંસ રોચક છે. સંગીત ઉત્કૃષ્ઠ છે. જે દર્શકો દ્રારા વખાણવામાં આવ્યું છે.
સિનેમેટોગ્રાફીના મામલામાં તો યશરાજ ફિલ્મ્સે હમેશા જ કમાલ દેખાડ્યો છે ભારત, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્જરલેન્ડ અને ઈટાલી જેવા સ્થળો પર ફિલ્મને ફિલ્માવામાં આવીછે. બેક ગ્રાઉન્ડ, મ્યૂજિક અને ફોટોગ્રાફી ઉમ્દા છે. જો કે, નિર્દેશનના ક્ષેત્રે ફિલ્મ થોડી નબળી સાબિત થાય છે. સરવાળે આ ફિલ્મ ઘમાકેદાર તો નથી પરંતુ એક વખત જોવા લાયક છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|