યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
થોડા પ્યાર થોડા મૈજિક : ઠીક-ઠાક
નિર્માતા : કુણાલ કોહલી-આદિત્ય ચોપડ઼ા નિર્દેશક : કુણાલ કોહલી સંગીત : શંકર-અહસાન-લૉય કલાકાર : સૈફ અલી ખાન, રાની મુખર્જી, અમીષા પટેલ, ઋષિ કપૂર
યશરાજ ફિલ્મ્સ માટે ફિલ્મ નિર્દેશિત કરતા-કરતા કુણાલ કોહલી પણ નિર્માતા પણ બની ગયાં છે. યશરાજ ફિલ્મ્સ સાથે મળીને તેમણે પોતાની નવી ફિલ્મ ‘થોડ઼ા પ્યાર થોડ઼ા મૈજિક’ નું નિર્માણ કર્યું છે જેમાં તેમણે વાસ્તવિકતા અને કલ્પનાનો મેળ દેખાડ્યો છે.

ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
રણવીર (સૈફ અલી ખાન) એક મોટો ઉદ્યોગપતિ છે એક દિવસે રણબીરની કાર દુર્ઘટના થઈ જાય છે જેમાં સામે વાળાની કારમાં બેઠેલા દંપત્તિનું મૃત્યુ થઈ જાય છે. તેના ચાર પુત્રો અનાથ થઈ જાય છે. કોર્ટ ચૂકાદો આપે છે કે, રણવીરને આ બાળકોનું ભરણ પોષણ કરવું પડશે. ત્રણ માસ બાદ જજ આ વાતનો નિર્ણય લેશે કે, રણબીર ઠીકથી બાળકોનું જતન કરી રહ્યાં છે કે, નહીં. જો રણવીરના ઉછેરમાં ખામી સર્જાઈ તો તેને વીસ વર્ષની કેદ થઈ જશે.

બાળકોને મજબૂરીવશ આ વ્યક્તિ સાથે રહેવું પડે છે જેને તેઓ નફરત કરે છે. તેઓ રણવીર સાથે બદલો લેવા ઈચ્છે છે. તેવો એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે, જેના કારણે રણવીરને વીસ વર્ષની સજા થાય. બીજી બાજુ રણવીર પણ આ બાળકો સાથે ખુશ નથી. બધા ભગવાનને પ્રાર્થના કરે છે કે, તેમની પરેશાનીઓ ઓછી થાય.

પ્રાર્થનાને સાંભળી લેવામાં આવે છે અને ભગવાન (ઋષિ કપૂર) પોતાની પરી ગીતા (રાની મુખર્જી) ને પૃથ્વી પર કેસનું સમાધાન કરવા માટે મોકલે છે. ગીતા બાળકોની આયા બનીને ઘરમાં આવે છે અને બાળકોના મનમાં રણવીર પ્રત્યે છુપાયેલી નફરતને પ્રેમમાં બદલી દે છે. તેને પણ રણવીર સાથે પ્રેમ થઈ જાય છે અને તે મનુષ્ય બનીને પૃથ્વી પર રહેવા લાગે છે.

નિર્દેશન :
નિર્દેશક કુણાલ કોહલીએ ફિલ્મનું વાતાવરણ ખુશનુમા બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં તેઓ અસફળ રહ્યાં. ફિલ્મની કથા સરળ છે એટલા માટે સ્કીપ્ટને શ્રેષ્ઠ બનાવાની જરૂર હતી. દૃશ્યોને સારી રીતે લખવામાં આવ્યાં નથી. એટલા માટે ફિલ્મ પ્રભાવ છોડી શકી નથી. એક નિર્દેશક હોવાના નાતે કૃણાલને આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર હતી.

બાળકો સાથે સાથે મોટેરાઓને પણ તેમણે ધ્યાન રાખ્યું અને ફિલ્મને યોગ્ય દિશામાં ન લઈ શક્યાં. ‘લેજી લમ્હેં’ ગીત બાળકો માટે નથી અને જો ફિલ્મ બાળકો માટેની હોય તો તેમાં આ ગીતનું શું કામ ? રાનીના મૈજિક વિષે પણ કોઈ વાત નથી કરતું આ પક્ષને પણ નિર્દેશકને ધ્યાન બહાર કરી દીધો છે.

અભિનય :
રાની મુખર્જી નિ:સંદેહ એક શ્રેષ્ઠ અભિનેત્રી છે, પરંતુ તેને આ ફિલ્મમાં વધુ તક મળી નથી. તેની ડ્રેસ ડિજાઈનિંગ ખુબ ખરાબ છે તેનો તમામ દોષ નિર્દેશકને જાય છે. સૈફ અલી ખાનનો અભિનય ઠીક છે. અમીષા પટેલ ફિલ્મમાં ન હોત તો પણ કોઈ ફેર પડવાનો ન હતો. આ પ્રકારની ભૂમિકાઓ બી-ગ્રેડની અભિનેત્રીઓ ભજવે છે. કૃણાલ કોહલની ફિલ્મમાં ઋષિ કપૂર અનિવાર્ય અંગ છે. બાળકોનો અભિનય શ્રેષ્ઠ છે.

અન્ય પક્ષ :
ખુશનુમા ફિલ્મોંમાં સંગીતનું મધુર હોવાનું ખુબ જરૂરી છે પરંતુ શંકર-અહસાન-લૉય નિરાશ કરે છે. ત્રણેય પર લાગે છે કે, કામનું ભારણ વધી ગયું છે એટલા માટે તે માત્ર કામ પૂર્ણ કરવામાં ઝુંટાયા છે. જો કે, પ્રસૂન જોશીએ સાર્થક બોલ લખ્યાં છે. સંદીપ ચૌટાનું પાર્શ્વ સંગીત પ્રભાવશાલી છે. સંવાદ ઉલ્લેખનીય નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
‘દે તાલી’ નબળી ફિલ્મ
મેરે બાપ પહલે આપ : એવરેજ ફિલ્મ
'વુડસ્ટોક વિલા' એવરેજ ફિલ્મ
'સરકાર રાજ' ની સરાહના
ઘડ માથાં વગરની 'ધૂમ-ધડાકા'
અર્જુનની ‘જન્નત’
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...