યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
‘દે તાલી’ નબળી ફિલ્મ
નિર્માતા : રવિ વાલિયા નિર્દેશક : ઈશ્વર નિવાસ સંગીત : વિશાલ-શેખર કલાકાર : આફતાબ શિવદાસાની, આયશા ટાકિયા, રિતેશ દેશમુખ, રિમી સેન
નિર્દેશક ઈશ્વર નિવાસને પણ હવે સમજાઈ ગયું કે, તેમની પ્રોડક્ટ (ફિલ્મ) દમદાર નથી એટલા માટે તેણે પોતાની તમામ શક્તિ પૈકેજિંગ (પ્રોમો) ને શ્રેષ્ઠ બનાવામાં વેડફી નાખી જેથી કેટલાક દર્શકો તેના ઝાંસામાં આવી જાય. ફિલ્મનો પ્રોમો આકર્ષક છે પરંતુ ફિલ્મ નથી.

ફિલ્મની કથા તરફ દૃષ્ટિ કરીએ તો....

અમૂ (આયશા ટાકિયા), પગલૂ (રિતેશ દેશમુખ) અને અભિ (આફતાબ શિવદાસાની) વચ્ચે પાકી મિત્રતા છે. અભિ એક અમીર યુવક છે અને તેની ઓફિસમાં જ અમૂ કામ કરે છે. પગલૂ કંઈ પણ કરતો નથી અને તેની પાસે ઘરનું ભાડું આપવા માટે પણ પૈસા નથી.

અભિ અને અમૂ વચ્ચે કંઈક ભૂલચૂક ઉભી થાય છે કે, અભિ તેને ચાહે છે. તે પણ તેને પસંદ કરવા લાગે છે. એ પહેલા કે, તે પોતાનો પ્રેમ તેની સમક્ષ રજૂ કરે અભિ પોતાની પ્રેમિકા કાર્તિકા (રિમી સેન) ને પગલૂ અને અમૂ સાથે મિલાવે છે. કાર્તિકા એક ચાલબાજ યુવતી છે અને તેણે રૂપિયા માટે અભિને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો છે જેની જાણ પગલૂ અને અમૂને થઈ જાય છે. તેઓ કાર્તિકાનું અપહરણ કરી લે છે અને તેનો ભૂતકાળ અભિ સામે લાવે છે.

નિર્દેશન : ઈશ્વર નિવાસે તમામ જોર ફિલ્મના લુક પર લગાવ્યું છે. કથા-પટકથાને બદલે તેમણે ફિલ્મને આધુનિક બનાવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે ફિલ્મનો પાયો (કથા) નબળી થઈ ગઈ છે. કોઈ પણ પાત્ર સાથે દર્શક જોડાઈ શકતો નથી. ફિલ્મના કેટલાક દૃશ્યો સારા છે (બિગ-બી થીમ આધારિત પાર્ટી, રિતેશનું રિમીને ‘રામગોપાલ વર્મા કી આગ’ દેખાડીને ટોર્ચર કરવું), પરતું તેની સંખ્યા ઓછી છે. એક નિર્દેશકના રૂપમાં ઈ.નિવાસ ફિલ્મને યોગ્ય દીશા ન આપી શક્યાં અને ભ્રમિત જોવા મળ્યાં.

અભિનય : રિતેશ દેશમુખ અને રિમી સેનનો અભિનય સારો છે. તેમના અભિનય મારફત જ ફિલ્મમાં થોડો ઘણો રસ બનેલો રહે છે. રિમીના ચરિત્રમાં કેટલાક શેડ્સ છે જેણે તેમણે કુશળતાથી ભજવ્યું છે. આફતાબ શિવદાસાનીના પાત્રને નિર્દેશક યોગ્ય રીતે રજૂ ન કરી શક્યાં આ કારણે તેઓ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યાં. આયશા ટાકિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. અનુપમ ખેર, સૌરભ શુક્લા અને પવન મલ્હોત્રા જેવા અભિનેતાઓએ આ ફિલ્મ કેમ કરી તેમ સમજણ બહાર છે.

અન્ય પક્ષ : ફિલ્મનું સંગીત ઠીક-ઠાક છે પરંતુ તેને નિર્દેશકે બરબાર કરી દીધું છે વગર સિચુએશનના ગીતો રાખવામાં આવ્યા છે જેથી આ ફિલ્મ જોવામાં ખલેલ ઉભી થાય છે. કોરિયોગ્રાફી અને ફિલ્માંકન શ્રેષ્ઠ છે. ડાયલોગ્સમાં કોઈ વિશેષ વાત નથી. અન્ય પક્ષ એવરેજ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મેરે બાપ પહલે આપ : એવરેજ ફિલ્મ
'વુડસ્ટોક વિલા' એવરેજ ફિલ્મ
'સરકાર રાજ' ની સરાહના
ઘડ માથાં વગરની 'ધૂમ-ધડાકા'
અર્જુનની ‘જન્નત’
મિ.વ્હાઇટ અને બ્લેકથી દૂર રહો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...