|
| મેરે બાપ પહલે આપ : એવરેજ ફિલ્મ |
નિર્માતા : રમન મારૂ-કેતન મારૂ-માનસી મારૂ નિર્દેશક : પ્રિયદર્શન સંગીત : વિદ્યાસાગર કલાકાર : અક્ષય ખન્ના, પરેશ રાવલ, જેનેલિયા ડિસૂજા, ઓમ પુરી, રાજપાલ યાદવ
પ્રિયદર્શન પણ એ રસ્તા પર ચાલી રહ્યાં છે જેના પર ચાલીને રામગોપાલ વર્માને ખુબ જ નુકસાન ભોગવવું પડ્યું હતું. ફેક્ટરીને જેમ ફિલ્મનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે ફિલ્મની ગુણવતા નાબુદ થતી જોવા મળી રહી છે.
ફિલ્મની કથા વસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો... જનાર્દન વિશ્વમ્ભર રાણે (પરેશ રાવલ) ની પત્ની બે બાળકોને છોડીને આ દુનિયા છોડીને ચાલી ગઈ. જર્નાદર્ને પોતાના પુત્રોને મા- બાપનો પ્રેમ આપીને મોટા કર્યા. ચિરાગ (મનોજ જોશી) અને ગૌરવ (અક્ષય ખન્ના) મોટા થઈને પોતાની જવાબદારી સંભાળી લીધી. ગૌરવ અને જનાર્દન વચ્ચે એક નવો સંબંધ છે.
ગૌરવ પોતાના પિતાને ખિજાય છે પ્રેમ કરે છે અને પોતાના પિતાની પુત્રની જેમ દેખરેખ રાખે છે. શિખા પોતાના કોલેજના દિવસોનો બદલો ગૌરવ સાથે લે છે અને બાદમાં બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ જાય છે. શિખા પોતાની કાકી સાથે રહે છે. બન્ને એક બીજાના ઘરે આવવા જવાનું શરૂ થાય છે અને તેને એક નવી વાત જાણવા મળે છે.
શિખાની કાકી અને ગૌરવના પિતા નાનપણથી જ એક બીજાને પ્રેમ કરતા હોય છે પરંતુ પરિસ્થિતિવશ તેઓ એક ન થઈ શક્યાં. બન્ને મળીને તેમના લગ્ન કરાવાનું વિચારે છે માર્ગમાં કેટલાક વિધ્નો આવે છે જેને તેઓ પાર કરી લે છે અને આમ પુત્ર પહેલા પિતાના લગ્ન થઈ જાય છે.
નિર્દેશન : પ્રિયદર્શનની ફિલ્મોથી દર્શક હાસ્યની અપેક્ષા રાખે છે પરંતુ આ ફિલ્મમાં હાસ્યનું સ્તર નબળુ છે. ડાયલોગ અર્થહિન છે અને જે દૃશ્યો હસાવવા માટે રાખવામાં આવ્યાં છે તેમાં હસવું ઓછું આવે છે અને ખીજ વધુ ઉત્પન્ન થાય છે.
નિર્દેશકે ફિલ્મની લંબાઈ પણ ધ્યાન આપ્યું નથી અને ફિલ્મમાં દર્શકોને બે કલાક અને ચાલીસ મિનિટ સુધી બાંધી રાખવાની ક્ષમતા નથી. પ્રિયને યુવા વર્ગ સાથે સાથે પારિવારિક દર્શકોનો પણ ખ્યલ રાખવાનો પ્રયત્ન કર્યો જેના કારણે તેઓ ન તો અહીંના રહ્યાં ન તો ત્યાના. પ્રિયદર્શનની ફિલ્મ ટેક્નિકલ રીતે સશક્ત હોય છે પરંતુ 'મેરે બાપ પહલે આપ' આ મુદ્દે નબળી છે.
અભિનય : અક્ષય ખન્નાએ પોતાના ચરિત્ર સથે ન્યાય કર્યો છે. જેનેલિયા ડિસૂજામાં સ્ટાર મટેરિયલ હૈ, પરંતુ તેણે હિન્દી અને ઉચ્ચારણ સુધારવાની સારી એવી જરૂરિયાત છે. પરેશ રાવલની આજુબાજુમાં ફિલ્મની કથા ફર્યા કરે છે અને તેમણે દર્શકોને નિરાશ કર્યા નથી. ઓમપુરીએ આ પ્રકારની ભૂમિકાથી બચવું જોઈએ. રાજપાલ યાદવ અને શોહના સાથે નિર્દેશકે ન્યાય કર્યો નથી. ઈંસપેક્ટર બનેલી અર્ચના પૂરણસિંહે ખુબ જ અર્થહિન સંવાદ બોલ્યાં છે.
અન્ય પક્ષ : ફિલ્મની કથામાં નવીનતા છે પરંતુ પટકથા અને સંવાદ આ કથા સાથે ન્યાય ન કરી શક્યાં. સંવાદોમાં દ્રિઅર્થી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનું સંપાદન અત્યંત નબળુ છે. ઓછામાં ઓછી અડધી કલાકની ફિલ્મ સંપાદિત કરી દેવી જોઈએ. સંગીત આ ફિલ્મમાં એક નબળું પાસુ છે. એક પણ ગીત એવું નથી જે યાદ રહી શકે.
સરવાળે ‘મેરે બાપ પહલે આપ’ એક એવરેજ પ્રકારની ફિલ્મ છે અને પ્રિયદર્શન અપેક્ષાઓં પર ખરા ઉતરી શક્યાં નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|