|
| 'વુડસ્ટોક વિલા' એવરેજ ફિલ્મ |
નિર્માતા : સંજય ગુપ્તા નિર્દેશક : હંસલ મહેતા સંગીત : અનુ મલિક, શિવાની કશ્યપ કલાકાર : સિકંદર ખેર, નેહા ઓબેરોય, અરબાજ ખાન, ગુલશન ગ્રોવર, સંજય દત્ત (અતિથિ કલાકાર)
બોલીવુડમાં હાલના સમયે થ્રિલર અને કોમેડી ફિલ્મોનું જોર ચાલી રહ્યું છે. જમાનાની હવાને જોતા કથા અને પટકથા પર ધ્યાન આપતા વગર નિર્માતા-નિર્દેશક આ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યાં છે. આ સપ્તાહ પ્રદર્શિત 'વુડસ્ટોક વિલા' પણ એક થ્રિલર ફિલ્મ છે જેમાં કથા પર સ્ટાઈલ ભારે છે.
કથા સૈમ (સિકંદર ખેર) અમેરિકાથી ભારત આવેલો છે. એશો આરામ કરનારા સૈમ પાસે ઘરનું ભાડૂ ચૂકવવવા માટે પૈસા નથી. તેની મુલાકાત જારા સાથે થાય છે જે પોતાનું અપહરણ સૈમને હાથે કરાવવા ઈચ્છે છે. તે એ જોવા ઈચ્છે છે કે, તેના પતિ ખંડણી આપીને તેને છોડાવે છે કે, નહીં. સૈમ તૈયાર થઈ જાય છે. સૈમની અનુપસ્થિતિમાં જારાની હત્યા થઈ જાય છે. તેની આગળની કથા લખવા પર રહસ્ય પરથી પડદો ઉઠી જાય તેવું રહેશે.
નિર્દેશન હસંલ મહેતાએ કથાઅને પટકથાની ત્રુટિઓને નજરઅંદાજ કરતા માત્ર સ્ટાઈલ પર ધ્યાન આપ્યું છે. પડદા પર તેણે કથાને રોચક અંદાજમાં દેખાડી છે પરંતુ કથામાં અવિશ્વસનીય તત્વોને તેમાં નાખ્યાં છે જેનાથી ફિલ્મ થ્રિલરમાં મજા આપતી નથી. કેટલા પ્રશ્નો એવા ઉભા થાય છે જેનો ઉત્તર આપવાની તેમણે જહેમત કરી નથી.
અભિનય સિકંદર ખેરની પ્રથમ ફિલ્મ છે અને તેની કમજોરીઓને નિર્દેશકે સારી રીતે છુપાવી છે. એટલા માટે સિકંદરની પ્રતિભાનું આકંલન કરવું મુશ્કેલ છે જો કે, સિંકદરના ચહેરા પર એક જેવા ભાવ રહે છે અને એટલા માટે તેણે રફ-ટફ લુક આપવામાં આવ્યો છે. નેહા એબોરોય પણ પ્રભાવિત કરી શકી નથી.
ગુલશન ગ્રોવર અને અરબાજ ખાનને કરવા માટે કંઈક મળ્યું ન હતું. સંજય દત્ત એક ગીતમાં નજર આવ્યાં પરંતુ નિર્દેશકે તેનો સમુચિત ઉપયોગ ન કર્યો .
અન્ય પક્ષ
ફિલ્મ ટેક્નિક્લ રીતે સશક્ત છે. ફોટોગ્રાફીમાં ફિલ્ટર અને નવા ખુણાઓના પ્રયોગ કરવામાં આવ્યો છે. બેક ગ્રાઉન્ડ મ્યૂજિક પ્રભાવશાળી છે. ફિલ્મનું સંગીત નિરાશાજનક છે અને ગીત ફિલ્મની ગતિમાં વ્યવધાન નાખે છે.
સરવાળે 'વુડસ્ટોક વિલા' એક એવરેજ ફિલ્મ છે જે સ્ટાઈલ પસંદ કરનારા દર્શકોને સારી લાગી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|