|
| 'સરકાર રાજ' ની સરાહના |
'સરકાર' ફિલ્મ અને તેના ચરિત્ર સફળ અને લોકપ્રિય થયાં હતાં આ વાતને ધ્યાનમાં રાખીને નિર્દેશક રામગોપાલ વર્માએ 'સરકાર રાજ' નું નિર્માણ કર્યું છે.
સતત અસફળ ફિલ્મ બનાવનારા રામૂએ આ વખતે સુરક્ષિત દાવ રમ્યો અને દર્શકો સમ્મુખ એ જ માલ રજૂ કર્યો જે તેમને પસંદ છે. નાચ-ગાન અને મનોરંજન હોવા છતાં પણ તેમણે ફિલ્મમાં રોચકતા જાળવી રાખી છે.
કથા : અનિતા રાજન (એશ્વર્યા રાય) અરબો રૂપિયાનો એક પાવર પ્લાન્ટ મહારાષ્ટ્રના અંદરના વિસ્તારમાં સ્થાપિત કરવા ઈચ્છે છે. જેના માટે તેને શંકર નાગરે (અભિષેક બચ્ચન)ની જરૂર પડે છે જેનો આ વિસ્તારમાં દબદબો છે.
શંકરને પાવર પ્લાન્ટમાં રસ નજરે ચડે છે અને તેને લાગે છે કે, તેનાથી મહારાષ્ટ્રમાં પરિવર્તન આવશે. તે અનિતાની મદદ કરે છે. તે ગામમાં જઈને લોકોને આ પ્રોજેક્ટના મહત્વ વિષે જણાવે છે.
શંકર અને તેના પિતા સુભાષ (અમિતાભ બચ્ચન) ના કેટલાયે લોકો વિરોધી છે જે તેની વિરુદ્ધ એકજૂથ થઈ જાય છે અને આ પ્લાન્ટ પાછળ એક ખોટી રાજનીતિ રમવામાં આવે છે.
નિર્દેશક : ફિલ્મ પર અભિનેતાઓની તુલનામાં રામગોપાલ વર્માનો દબદબો છે. દરેક ફ્રેમમાં તેમની હાજરી નજરે ચડે છે. પોતાના કલાકારો પાસે તેમણે શ્રેષ્ઠ કામ કઢાવ્યું છે પરંતુ તે ટાઈપ્ડ થતાં જઈ રહ્યાં છે. તેમને કંઈક નવું કરી દેખાડવાનું હશે. જો કે, અગાઉ નવું કરવાના ચક્કરમાં તે 'આગ' બનાવીને પોતાના હાથને દઝાડી બેઠા છે.
મધ્યાંતર બાદ ફિલ્મ થોડી રોકાયેલી નજરે ચડે છે પરંતુ બાદમાં ગતિ પકડી લે છે. ફિલ્મનો અંત થોડો ઉતાવળમાં સંકેલવામાં આવ્યો છે. શંકર જે કાવતરાને સુંઘી શક્યો ન હતો તેને તેના પિતા સરળતાથી ઓળખી લે છે. તે કેવી રીતે પરિણામ સુધી પહોંચ્યાં તેને સ્પષ્ટ રીતે નિર્દેશકે દેખાડ્યું નથી. .
ફિલ્મનાં અંતમાં રામૂએ ફરી પોતાની છાપ છોડી. એશ્વર્યા દ્રારા ચા માંગવી અને અમિતાભને ચીકૂને બોલાવાનું દેખાડીને તેમણે અંડરવર્લ્ડની માનસિકતાને દેખાડી છે. ફિલ્મનો આગામી ભાગ બની શકે તેની તેમણે સંભાવના રાખી છે.
અભિનય મધ્યાંતર પૂર્વે અભિષેકને અને મધ્યાંતર બાદ અમિતાભને ફિલ્મનો અવસર મળ્યો છે. અભિષેકે મૌન રહીને જ ઘણું બધુ કહ્યું છે. એશ્વર્યાની ભૂમિકા થોડી દબાયેલી રહી છે. જો અમિતાભ અને અભિષેક આ ફિલ્મમાં ન હોત તો તે ભાગ્યે જ આ ફિલ્મ કરત. ફિલ્મના સહાયક કલાકાર ઘણા ભારે પડ્યાં છે. ગોવિંદ નામદેવ થોડા નાટકિય જરૂર લાગ્યાં છે કદાચ તેમાં તેમના મેકઅપનો દોષ છે પરંતુ સયાજી શિંદે દિલીપ પ્રભાવલકર અને ઉપેન્દ્ર લિમયેએ પોતાનો પ્રભાવ છોડ્યો છે. અન્ય પક્ષ ફિલ્મનો તકનીકી પક્ષ મજબૂત છે. લાઈટ અને શેડનો જરૂરિયાતથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમિત રોયે નવા કોણોથી ફિલ્મને શૂટ કરી છે જે બધાને પસંદ પડ્યાં છે. અમિનેતાઓના અડધા ચહેરાઓને દેખાડવામાં આવ્યાં છે અને પડદાને ઘણી વખત ખાલી રાખવામાં આવ્યો છે. ટાઈટ ક્લોજ અપનો પણ ખુબ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમર મોહિલેનું બૈકગ્રાઉન્ડ મ્યૂજિક ઉત્કૃષ્ટ છે. ફિલ્મના સંવાદ ઘણા સશક્ત છે. 'હમ અગર બદલ ગયે તો કેસે પતા ચલેગા કિ જમાના બદલ ગયા' જેવા કેટલાય ઉત્કૃષ્ઠ સંવાદ સાંભળવા મળે છે.
સરવારે 'સરકાર રાજ' ને એક વખત જોઈ શકાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|