યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન સમીક્ષા
ઘડ માથાં વગરની 'ધૂમ-ધડાકા'
Aarti-in-dhoom-dhadaka_PR.jpg
PR
નિર્માતા-નિર્દેશક : શશિ રંજન, સંગીત : રૂપ કુમાર રાઠોડ, કલાકાર : અનુપમ ખેર, સતીશ શાહ, શાદ રંઘાવા, સમીર દત્તાણી, આરતી છાબરિયા, શર્મા સિકંદર, સતીશ કૌશિક, દીપશિખા, ગુલશન ગ્રોવર, જૈકી શ્રૉફ

કહેવા માટે તો 'ધૂમ ધડાકા' હાસ્ય ફિલ્મ છે પરંતુ તેમાં હાસ્ય ઓછુ અને ગુસ્સો વધું આવે છે. ફિલ્મના પ્રમુખ તત્વ સંવાદ, પટકથા, અભિનય અને નિર્દેશન નબળા સ્તરનું છે.

ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
મુંગીલાલ (અનુપમ ખૈર) બેન્કોંકનો ડોન છે એશિયાના ડોનની એક બેઠકનું આયોજન થાય છે જેમાં અલીબાગની જમીન મુંગીલાલના દુશ્મન ફુરસત લાલા (ગુલશન ગ્રોવર) ને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે, મુંગીલાલનો કોઈ વારસદાર નથી. મુંગીલાલ એમ કહીને સહુ કોઈને ચૌંકાવી દે છે કે, તેમનો વારસદાર છે અને તે એક માસની અદંર તેને બધાની સામે લઈને આવશે.

મુંગીના લગ્ન થયાં નથી તો વારસદાર ક્યાંથી આવશે ? મુંગીને જાણવા મળે છે કે, વર્ષો પૂર્વે તેની બહેન અંગુરીએ કમલ નામના સંતાનને જવાબ આપ્યો હતો. તે તેની શોધ કરવાનું શરૂ કરી છે. તેની પાસે ત્રણ કમલ (સમીર દત્તાણી, શાદ રંઘાવા, આરતી છાબરિયા) આવી પહોંચે છે. તે અસલી કમલને ઓળખીને પોતાની પ્રતિષ્ઠા કેવી રીતે બચાવે છે તે આ ફિલ્મનો મુખ્ય સાર છે.

નિર્દેશન :
શશિ રંજને પોતાના અભિનેતાઓ પાસે ઓવર એક્ટિંગ કરાવી છે. દરેક કલાકારે અલગ અલગ પ્રકારની મુખ મુદ્રા બનાવીને દર્શકોને હસાવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મની કથામાં તો હાસ્ય છે પરંતુ શશિ રંજન તેનો યોગ્ય ઉપયોગ કરી શક્યાં નથી. મધ્યાંતર બાદ ફિલ્મ પૂર્ણ રીતે વિખેરાઈ જાય છે અને નિર્દેશક મહોદય નકામી જ દોડભાગમાં ફસાઈ જાય છે.

અભિનય :
અનુપમ ખેર આ ફિલ્મનું મુખ્ય ચરિત્ર છે અને તેમણે પૂરી રીતે નિરાશ કર્યા છે. સતીશ શાહ એવરેજ નજરે ચડ્યાં. યુવા કલાકાર શાદ રંઘાવા, આરતી છાબરિયા, સમીર દત્તાણી અને શમા સિકંદરને અભિનય શીખવાની જરૂરિયાત છે. જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર અને સતીશ કૌશિક નિરાશ કરે છે.

પટકથા નબળી અને સંવાદ અત્યંત નબળા છે. એવું લાગે છે કે, ફિલ્મના પાત્રો પાસે બોલવા માટે સંવાદ જ નથી. એક બે ગીતોનું ફિલ્માંકન સારુ છે પરંતુ સંગીત સ્તરીય નથી. સંપાદન ઠીલું છે. ફોટોગ્રાફી, પાર્શ્વ સંગીત એવરેજ છે.

સરવાળે 'ધુમ ધડાકા' જેવી ફિલ્મ મનોરંજન નહી પરંતુ માથાનો દુખાવો કરે તેવી ફિલ્મ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અર્જુનની ‘જન્નત’
મિ.વ્હાઇટ અને બ્લેકથી દૂર રહો
'ભૂતનાથ' : પ્રેમાળ ભૂત
‘ટશન’ એટલે રૂપિયા- સમયની બરબાદી
યૂ, મી ઔર હમ : શ્રેષ્ઠ કથા પણ નબળી ફિલ્મ
ક્રેજી-4 માં હાસ્ય ઓછું અને કંટાળો વધું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...