|
| અર્જુનની ‘જન્નત’ |
નિર્માતા : મુકેશ ભટ્ટ નિર્દેશક : કુણાલ દેશમુખ સંગીત : પ્રીતમ, કામરાન અહમદ કલાકાર : ઇમરાન હાશમી, સોનલ ચૌહાન, જાવેદ શેખ, સમીર કોચર, વિશાલ મલ્હોત્રા
ક્રિકેટ અને સિનેમા એક-બીજાથી મળતા રહ્યાં છે. આઈપીએલ સ્પર્ધાથી બોલીવુડના અસંખ્ય કલાકારો જોડાયેલા છે. તાજેતરમાં કેટલીયે ફિલ્મોમાં ક્રિકેટ જોવા મળ્યું. મહેશ ભટ્ટ ચતુર ફિલ્મકાર છે. હાલના સમયે આઈપીએલ સ્પર્ધાનો જાદૂ ભારતીયો પર છવાયેલો છે જેને જોતા તેમણે ‘જન્નત’ પ્રદર્શિત કરી છે. મૂલત: ‘જન્નત’ એક પ્રેમકથા છે જેની પૃષ્ઠભૂમિમાં ક્રિકેટ પર લાગનારો સટ્ટો અને મેચ ફિક્સિંગ છે.
કથા અર્જુન (ઇમરાન હાશમી) ઝડપથી નાણા કમાવવા ઈચ્છે છે અને તેના માટે તેને ખોટા રસ્તા પર જવામાં કોઈ વાંધો નથી. ત્રણ પત્તી રમીને નાણા કમાનારા અર્જુનના સ્વપ્ના ઘણા મોટા છે. શોપિંગ મોલમાં તે જોયા (સોનલ ચૌહાણ) ને જોવે છે અને તેનો દીવાનો બની જાય છે. તેને પ્રભાવિત કરવા માટે અર્જૂન ખુબ નાણા કમાવવા ઈચ્છે છે અને ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવવા લાગે છે. ધીરે ધીરે તે બુકી બની જાય છે અને પછી મેચ ફિક્સર.
દક્ષિણ આફ્રીકામાં તે પોતાની જન્નત (ઠિકાણું) બનાવે છે તે એક ડૉન (જાવેદ શેખ) માટે કામ કરવા લાગે છે. મેચ ફિક્સિંગ મારફત કમાવામાં આવેલા ધનને ડોન આતંકવાદીઓને આપે છે.
જોયાને જ્યારે અર્જુનની હકીકત ખબર પડે છે તો તે ઈચ્છે છે કે, અર્જુન ખરાબ કામ છોડીને ઈમાનદારી રસ્તા પર ચાલે. આર્જુન મુશ્કેલીમાં ફસાઈ જાય છે. એક તરફ નાણા છે અને બીજી તરફ પ્રેમ. આ ચક્રવ્યૂહથી અર્જુન કેવી રીતે નિકળે છે તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.
નિર્દેશન : કુણાલ દેશમુખે ફિલ્મના પડદા પર સારી રીતે રજૂ કરીને ફિલ્મના પડદા પર સારી રીતે રજૂ કર્યું છે જો કે, તેને જે પટકથા મળી છે તેમાં અસંખ્ય ખામીઓ છે. કૃણાલે મેચ ફિક્સિંગના મૂળ સુધી જવાને બદલે અર્જુનની પ્રેમ કથા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમનામાં નિર્દેશકના રૂપમાં તમામ સંભાવનાઓ નજરે ચડે છે.
અભિનય : ઇમરાની હાશમીના અભિનયમાં કોઈ સુધાર નથો નથી. જેવો હજુ સુધી તે અભિનય કરતા આવ્યાં છે. એવું જ આ ફિલ્મમાં તેમણે કર્યું છે. સોનલ ચૌહાણ તો સુંદર છે અને ન તો તેનો અભિનય ઉલ્લેખનીય છે. જાવેદ શેખ, અભિમન્યુ સિંહ, વિશાલ મલ્હોત્રા અને સમીચ કોચરે પોત પોતાના પાત્રને પ્રભાવી રીતે ભજવ્યું છે.
અન્ય પક્ષ : વિશેષ ભટ્ટની પટકથામાં ત્રુટીયો છે. ખાસ કરીને પાત્રને યોગ્ય રીતે લખ્યું છે. ફિલ્મનું સંગીત શ્રેષ્ઠ છે અને કેટલાક અન્ય ગીતો પ્રથમ વખત સાભળતા જ સારા લાગે છે. મનોજ સોનીનું કેમરા વર્ક શ્રેષ્ઠ છે.
સરવાળે 'જન્નત' ને એક ઠીક-ઠાક ફિલ્મ કહી શકાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|